- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- In Rajkot, Distribution Of Leaflets Of ‘Jago Leuva Jago’ Met All Patidars, Appealed To The Best To Perpetuate The Tradition.
રાજકોટ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ ઘડીઓમાં ચાલી રહ્યો છે અને છેલ્લા બે દિવસથી રાજકોટમાં લેઉવા વર્સીસ કડવાના જંગમાં ‘જાગો લેઉવા, જાગો પત્રિકા’ વિતરણ થતા રાજકારણ ગરમાયુ છે અને આ બધા વચ્ચે રાજકોટમાં નવા રિંગરોડ ખાતે સમસ્ત પાટીદાર સમાજ સ્નેહમિલન કાર્યક્રમ પુરૂષોતમ રૂપાલાના સમર્થનમાં મળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લેઉવા કડવા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ તેમજ ઉદ્યોગપતિઓ નેતાઓ આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજના સંમેલનમાં રૂપાલાએ પાટીદાર સમાજ સમક્ષ મતની માંગ કરી હતી. સાથે-સાથે કેન્દ્ર સરકારે કરેલા કામો લોકો સમક્ષ રજૂ કર્યા હતા અને આજે ફરી એક વખત ‘જય શિવાજી, જય ભવાની’નો નારો લગાવ્યો હતો. કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરી ભાજપ સરકારના વખાણ કરી આક્ષેપ કર્યો હતો કે, નરેન્દ્ર મોદીની સરકાર ન હોત તો ભારતની પરિસ્થિતિ પાકિસ્તાનથી પણ ખરાબ હોત.
લોકશાહીનું પર્વ દેશ મનાવી રહ્યો છે રાજકોટમાં સમસ્ત પાટીદાર