સુરતઅમુક પળો પેહલા
- કૉપી લિંક
સુરતમાં ઘરમાંથી 4.30 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. આ રકમ મૂળ માલિકને પોલીસે પરત અપાવીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મળતી માહિતી અનુસાર કાપોદ્રા વિસ્તારમાં આવેલા કલ્યાણનગરની બાજુમાં ક્રિષ્નાનગર સોસાયટીમાં ઘરમાં ગત 15 એપ્રિલ 2024ના રોજ ચોરીની ઘટના બની હતી. અજાણ્યા શખસો ઘરમાં રહેલી સૂટકેસમાંથી 4.30 લાખની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે કાપોદ્રા પોલીસમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે આ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. પોલીસ તપાસમાં મિત્ર એ જ મિત્રના ઘરે ચોરી કરાવી હતી. આ દરમિયાન આજે ચોરીમાં ગયેલા રોકડા રૂપિયા 4.30 લાખ તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે.
મિત્રના ઘરે ચોરી બનાવ અંગે કાપોદ્રા PI એમ.બી. ઔસુરાએ