- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- In Two Incidents Of Hit And Run On Rajkot Bhavnagar Highway, A Young And An Old Man Died, The Police Conducted An Investigation
રાજકોટ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટના આજીડેમ ચોક પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ગોંડલ રોડ ચોક નજીક પીરવાડી પાસે રહેતાં 32 વર્ષીય અશ્વિન ગોવિંદભાઇ બારૈયા નામના યુવાનનું મોત નિપજ્યું હતું. મૃતક અશ્વિન કારખાનામાં મજુરી કરતો હતો ગઈકાલે સાંજે છુટીને ઘરે જવા આજીડેમ ચોકડીએથી રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે કોઇ કારચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. તેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ અહીં દમ તોડી દેતા આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અશ્વીન પરિવારનો એક માત્ર આધારસ્તંભ હતો. તેના પત્નિનું નામ હીનાબેન છે અને સંતાનમાં એક પુત્ર છે. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
વાહનનો ચાલકે 60 વર્ષીય વ્યક્તિને ઠોકર મારી રાજકોટ ભાવનગર