વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવી પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ કચેરીનું ઉદ્ઘાટન કરાયું હતું. દમણગંગા સિંચાઈ ઓફિસની બાજુમાં રૂ. 1.76 કરોડના ખર્ચે આ કચ
.
મંત્રી દેસાઈએ જણાવ્યું કે ગુજરાતમાં હવે 24 કલાક વીજળી મળે છે. વર્ષ 2004માં રાજ્યમાં 7 હજાર મેગાવૉટ વીજ વપરાશની જરૂરિયાત હતી. આજે તે વધીને 25 હજાર મેગાવૉટ થઈ છે. ભારતમાં માથાદીઠ 1235 યુનિટનો વપરાશ છે, જ્યારે ગુજરાતમાં 2300 યુનિટ છે.

ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું કે વાવાઝોડાથી બચવા દરિયાકિનારે 5 કિમી સુધી અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવામાં આવી રહી છે. નવી કચેરીથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની ભારતમાં પ્રથમ ક્રમે છે. સરકારી આવાસોને મફત વીજળી આપવામાં આવી રહી છે.