અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ તરીકેની પ્રસિદ્ધિ મળી રહી છે એવામાં પશ્ચિમ ભારતમાં મુંબઈ બાદ અમદાવાદ એરપોર્ટની દેશ-વિદેશમાં પસંદગી થઈ રહી છે. મહત્વનું છે કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના દક્ષિણ ભાગથી
.
ફૂડની વ્યવસ્થા ન હોવાથી 240 મુસાફરો પરેશાન થયા
મુંબઈ બાદ દેશના પશ્ચિમ ભાગમાં અમદાવાદ એરપોર્ટ ઉપર ફ્લાઇટનું ટેકો અને લેન્ડિંગ કરવા માટે પૂરતી એફિશિયન્સ હોવાથી આજે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સ્કૂલ ફ્લાઇટને મુંબઈના બદલે અમદાવાદ એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી જેમાં અન્ય દેશની એરલાઇન્સ ની ફ્લાઈટ પણ હતી. જેમાં સેચવાન એરલાઇન્સની ચેંગડુ થી મુંબઈ, એતિહાદ એરવેઝની અબુધાબીથી મુંબઈ જતી, ઓમાન એરની મસ્કતથી મુંબઈ જતી, મલેશિયા એરલાઇન્સ ની કોલલમપુર થી મુંબઈ જતી ઇન્ટરનેશનલ ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરી હતી જ્યારે કોલકત્તા દિલ્હી જોધપુર ગોવા વારાણસી કોઇમ્બતર ચેન્નઈ અમૃતસરની ડોમેસ્ટિક ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. તેમાં મોટેભાગે indigo એરલાઇન્સ, અકાસા એરલાઇન્સ, વિસ્તારા એરલાઇન્સની ફ્લાઈટનો સમાવેશ થયો છે. તેમાં પણ અબુધાબીથી મુંબઈ જતી ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કર્યા બાદ પણ બે કલાકથી વધુ સમય માટે મુસાફરો એરક્રાફ્ટમાં જ બેસી રહ્યા હતા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા મુસાફરો માટે ફૂડની વ્યવસ્થા ન હોવાથી 240 મુસાફરો પરેશાન થયા હતા.