અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર દેશ અને વિદેશમાંથી અનેક ફ્લાઈટ અવરજવર કરે છે તેવામાં આજે બુધવારના રોજ સવારના 11 વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી રન્વે મેન્ટેનન્સ કાર્ય માટે બંધ રહેવાથી ફ્લાઈટની અવાર-જવર થઈ શકતી નથી એવામાં આજે બપો
.
આ ઉપરાંત અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી દેશ-વિદેશમાં જતી કુલ 37 ફ્લાઇટ વિલંબિત થઈ હતી જેમાં સૌથી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટ આજરોજ વિલંબિત થઈ હતી. અમદાવાદ થી ગોવા જતી અકાસા એરલાઇન્સની સવારે 10.50 કલાકે ઉડાન ભરતી ફ્લાઈટ તેના નિશ્ચિત સમય કરતા એક કલાક બાદ ઉડાન ભરવામાં સફળ રહી હતી આ ઉપરાંત indigo એરલાઇન્સ ની જયપુર અને અકાસા એરલાઇન્સની મુંબઈ જતી ફ્લાઈટ પણ એક-એક કલાક મોડી થઈ હતી. તથા અમદાવાદથી જયપુર બેંગલોર ઇન્દોર જતીન ઈન્ડિગો તથા અકાસા એરલાઇન્સની ફ્લાઈટ મોડી તો થઈ હતી. આ ઉપરાંત આજરોજની ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં અમદાવાદથી જેદાહ જતી ફ્લાઈટ પણ એક કલાક મોડી થઈ હતી. આ ઉપરાંત રાત્રે 11 50 કલાકે અમદાવાદથી વિયત નામના હોચી મિનહ શહેરમાં જતી વિયત જેટ એરની ફ્લાઈટ 1.5 કલાક કરતાં વધુ સમય માટે મોડી થવાની શક્યતાઓ છે એટલે કે આ ફ્લાઈટ રાતના 1.30 કલાકે ઉડાન ભરી શકે છે.