ખોખરા સ્થિત જે જે ફાઉન્ડેશને આજે એક સરાહનીય પહેલ કરી છે. સંસ્થાએ શ્રમિક વિસ્તારમાં રહેતા ગરીબ મજૂર વર્ગ અને અન્ય જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક નાસ્તા કિટનું વિતરણ કર્યું છે.
.
આ સેવાકાર્યથી લાભાર્થીઓના ચહેરા પર આનંદનું સ્મિત જોવા મળ્યું હતું. સંસ્થાના ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટીએ સમાજને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. તેમણે લોકોને અપીલ કરી છે કે બિનજરૂરી વસ્તુઓ અને કપડાં ભંગારમાં વેચવાને બદલે જરૂરિયાતમંદોને આપો.
સંસ્થાએ લોકોને વિનંતી કરી છે કે તેઓ પોતાની આસપાસ રહેતા જરૂરિયાતમંદોની મદદ કરે. વધારામાં, લોકો સંસ્થામાં પણ દાન કરી શકે છે. આ રીતે દરેક વ્યક્તિ જરૂરિયાતમંદોના ચહેરા પર સ્મિત લાવવામાં યોગદાન આપી શકે છે.

