2 કલાક પેહલા
- કૉપી લિંક
લોકસભાની ચૂંટણીના 7માંથી 3જા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. 12 રાજ્યની 94 બેઠક પર મતદાન થઈ રહ્યું છે, તેમાં રાજ્યની 26માંથી 25 બેઠકનું મતદાન સામેલ છે. રાજ્યના હાદૃ એવા મધ્ય ગુજરાતની 8 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં રાજ્યની આર્થિક રાજધાની એવા અમદાવાદની બે બેઠકો પૂર્વ અને પશ્ચિમ, વડોદરા, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. છેલ્લી બે ટર્મથી આ આઠેક બેઠકો પર ભાજપનો કબજો રહ્યો છે. ત્યારે આ વખતે પુનરાવર્તન થાય છે કે પરિવર્તન તે લોકોના મિજાજ પર નિર્ભર છે. લોકોના મિજાજ ઉપરાંત હવામાન પર ગરમ રહેશે, બપોરથી કાળઝાળ ગરમી પડશે.
અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકનું અપડેટ્સ જાણવા, અહીં ક્લિક