નવસારી જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં બીજી વખત મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું છે. લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી રહ્યું છે. ગરમીના કારણે રવિવારની જેમ આજે પણ બપોરના સમયે શહેરના રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. લોકોએ ગરમીથી રાહત મેળ
.
વધતા તાપમાનની અસર કેરીના પાક પર થવાની સંભાવના છે. જિલ્લામાં અનેક મોર કાળા પડીને ખરી ગયા છે. આ કારણે કેરીની સીઝનમાં ખેડૂતોને આર્થિક નુકસાન થવાની દહેશત છે. હજુ ઉનાળાનો મે મહિનો બાકી છે. તે પહેલાં જ તાપમાનનો પારો ઊંચો જતો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ હિટવેવની શક્યતા તરફ ઈશારો કરે છે.