અમદાવાદ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
બાબા બર્ફાનીની હિંદુ ધર્મમાં પ્રસિદ્ધ યાત્રા ગણાય છે. અમરનાથ યાત્રા પર જવા માટે રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ ચુકી છે. દર વર્ષે ગુજરાત સહિત દેશભરમાંથી અને વિદેશથી પણ યાત્રીઓ બાબા બર્ફાનીના દર્શનાર્થે અમરનાથ જતા હોય છે. અત્યાર સુધીમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા છે. જ્યાં અમરનાથ યાત્રાએ જતા યાત્રાળુઓને શારીરિક તકલીફ સર્જાતા તેમની તબિયત લથડી જાય છે અથવા તો મોત પણ નીપજે છે. કારણ કે અમરનાથ એક એવું સ્થળ છે કે જ્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધુ હોય છે, તેથી ઓક્સિજન ઘટી જવાને કારણે કેટલાક યાત્રાળુઓનું હૃદય બંધ પડી જતું હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. અમરનાથ યાત્રા પર જતા પહેલા સરકાર દ્વારા કેટલાક માપદંડ નિશ્ચિત કરવામાં આવ્યા છે. જે પૂર્ણ થયા બાદ જ અમરનાથ યાત્રા કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
આ લોકોને નહીં મળે સર્ટિફિકેટ શ્રી અમરનાથજી યાત્રા શ્રાઈન