ગાંધીનગર3 મિનિટ પેહલા
- કૉપી લિંક
24 કલાકમાં તાપમાનમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. તાપમાનનો મહત્તમ પારો 2.2 ડિગ્રી વધ્યો છે જ્યારે લઘુતમ તાપમાનમાં પણ 4.4 ડિગ્રી જેટલો ઉછાળો આવતા શુક્રવારે દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો અનુભવ નગરજનોએ કર્યો છે. 24 કલાકમાં જ ગરમીમાં આકરો વધારો થઇ ગયો હતો. શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 24.4 ડિગ્રી જેટલું રહ્યું હતું.