અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વર્ષ 2024માં છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન મુસાફરોની સંખ્યામાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. 35 લાખથી વધુ મુસાફરોએ એરપોર્ટ પરથી ફ્લાઇટ લીધી છે. જે અગાઉના વર્
.
વર્ષ 2024ના ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન SVPI એરપોર્ટ પર 27,000 થી વધુ એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (ATMs) ના સંચાલન સાથે 15% નો વધારો જોવા મળ્યો. આ મજબૂત વૃદ્ધિમાં નવા સ્થળો અને એરલાઇન્સના ઉમેરાથી ફ્લાઇટ ફ્રીક્વન્સીમાં વધારાનું પરિણામ છે. 22 ડિસેમ્બર 2024ના રોજ SVPI એરપોર્ટ પર 324 ATM સાથે 44,253 મુસાફરોની અવરજવર જોવા મળી હતી, જે વર્તમાન નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે, ત્યારબાદ 13 ડિસેમ્બર અને 12 ડિસેમ્બરે અનુક્રમે 318 ATM સાથે 43,881 અને 325 ATM સાથે 43,408 મુસાફરોને સેવા આપી હતી.
છેલ્લા ત્રિમાસિક ગાળામાં અમદાવાદ એરપોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા અને ગંતવ્યોમાં ઉમેરો કરવામાં આવ્યો હતો. જેમાં ટર્મિનલ-2 એક્સટેન્ડેડ ચેક-ઇન હોલ, ઇન્ટર-ટર્મિનલ ઇલેક્ટ્રિક શટલ સેવા, બિન-ભારતીય સિમ કાર્ડ ધરાવતા પ્રવાસીઓ માટે વાઇ-ફાઇ કૂપન ડિસ્પેન્સર્સ તથા દા નાંગ, ગુવાહાટી, દીમાપુર તિરુવનંતપુરમ, કોલ્હાપુર અને કુવૈતની નવી ફ્લાઇટ્સ તેમજ કોચી અને કોલકાતા માટે ફ્રીક્વન્સીઝમાં વધારાનો સમાવેશ થાય છે. ગત વર્ષની સરખામણીએ વર્ષ 2024 માં છેલ્લા ત્રણ માસમાં આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ, કાર્ગોની સંખ્યામાં 17% ની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. એરપોર્ટે 17,900 MT થી વધુ કાર્ગોનું સંચાલન કર્યું છે, જેમાં 1,850 MT થી વધુ આંતરરાષ્ટ્રીય કાર્ગોનો સમાવેશ થાય છે. જે નાણાકીય વર્ષ 2024-25 કરતાં 300% થી વધુનો વધારો સૂચવે છે.