MSMEનું હબ રાજકોટ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં આજે વિશ્વભરમાં જાણીતું શહેર છે. જેને હવે ડિફેન્સ હબ તરફ આગળ વધારવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ખાતે આજે MSME ડિફેન્સ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારન
.
ડિફેન્સમાં ઇન્ટિગ્રેટ કરવા અંગે જાણકારી આપવામાં આવી ડિફેન્સ પ્રોડક્શન વિભાગના OSD લોકેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે, આજના MSME કોન્ક્લેવમાં રાજકોટના MSME ક્ષેત્રના પ્રમોશન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડિફેન્સમાં ઇન્ટિગ્રેટ કેવી રીતે કરી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી હતી. ડિફેન્સમાં જે જરૂરિયાત છે એ રાજકોટ MSME કેવી રીતે પૂર્ણ કરી શકે એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડિફેન્સ ક્ષેત્ર આજની તારીખે ખૂબ ઝડપથી વધુ આગળ વધતું તરફ જઈ રહ્યું છે અને ડિફેન્સમાં જે ટેક્નોલોજી છે એ લેટેસ્ટ ટેક્નોલોજી છે. જેનો ઉપયોગ ન માત્ર ડિફેન્સમાં પરંતુ, સિવિલયર ઉપયોગ પણ થાય છે. MSME સેક્ટર ભારત સરકારના રક્ષા ક્ષેત્રમાં ગ્રોથ કરે તો જરૂર ફાયદો થશે.
ડ્રોન ક્ષેત્રમાં ભારતે ખુબ જ વિકાસ કર્યો તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રક્ષા ક્ષેત્રના ઉપકરણોમાં ટેક્નોલોજીનો મહત્ત્વનો રોલ છે. રક્ષા ક્ષેત્રમાં ખુબ જ હાય લેવલની ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. એટલા માટે અત્યાર સુધી આપણે વિદેશ ઉપર નિર્ભર હતા કારણ કે દેશમાં એટલી ટેક્નોલોજી જોવા મળતી ન હતી. આ માટે સરકારે ભારતની જ કંપનીઓને એપ્રોચ કરી નવી નવી ટેક્નોલોજી ઉપયોગ કરવા આહવાન કર્યું. હાલમાં ડ્રોન ક્ષેત્રમાં ભારતે ખુબ જ વિકાસ કર્યો છે. ડિફેન્સમાં ખુબ જ મોટી માત્રામાં તક છે, રાજકોટ ઓટોમોટાબાઇલ ક્ષેત્રનું હબ છે તેમ ડિફેન્સનું પણ હબ બની શકે છે.
ડિફેન્સ પ્રોડક્શન વિભાગના OSD લોકેશકુમાર શર્મા
સરકારની સ્કીમ બાબતે પણ માર્ગર્શન આપવામાં આવ્યું રાજકોટ મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ બેઝ છે. મોટી મોટી કંપનીની સપ્લાય ચેઈનમાં રાજકોટ જોડાઈ શકે છે અને તેનાથી ફાયદો જરૂર થશે. સરકારની પોલિસી માધ્ય્મથી શું શું ફાયદા થઇ શકે, શું લાભ થઇ શકે એ તમામ સરકારની સ્કીમ બાબતે પણ માર્ગર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, મેકેનિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં રાજકોટ ખુબ જ આગળ છે. રક્ષા ક્ષેત્રમાં સેનાના અનેક ઉત્પાદ છે ટેન્કથી લઇ રાઇફલ સુધી બધામાં મેકેનિકલ પાર્ટ્સનો ઉપયોગ થતો હોય છે. માટે રાજકોટને આ એક તક છે કે મોટી જે કંપનીઓ છે તેની સાથે મળી ડિફેન્સ પાર્ટ બનાવી શકે છે.
એન્જીનીયરીંગ એસોસિએશન પ્રમુખ, નરેન્દ્ર પાંચાણી
રાજકોટ ઇન્ડસ્ટ્રીને મહત્તમ રીતે ફાયદો થવાની શક્યતા રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકાર અને PHDCCI સાથે મળી MSME ડિફેન્સ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. ડિફેન્સમાં રાજકોટની ડાયરેક્ટ સપ્લાય વાળી ખુબ ઓછી ઇન્ડસ્ટ્રીઝ છે. સરકાર પણ હવે જાણે છે કે, એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આપણે આત્મનિર્ભર છીએ આપણે વધારે પ્રોડક્ટ જોઈતી હોય તો અને દેશને ફાયદો કરાવવો હોય તો રાજકોટ ઉપર નજર રાખીએ. જુદી જુદી સ્કીમો દ્વારા ડિફેન્સ માટે પાર્ટ્સ રાજકોટથી ખરીદ કરીએ કારણ કે રાજકોટ પાસે એ તાકાત છે કે દરેક પ્રકારના એન્જિનિયરિંગ આર્મ્સ સેકટરની અંદર બનાવી શકીએ. ઓટોમોબાઇલનું હબ છે રાજકોટ માટે સરકારનો આ પ્રયત્ન ખુબ સારો કહી શકાય. સરકાર આને સારી રીતે હેન્ડલ કરવા માંગે છે. ડિફેન્સ સેક્ટરમાં રાજકોટ જો સપ્લાય કરતું થઇ જાય તો સરકાર અને ભારત દેશને ફાયદો થાય અને રાજકોટ ઇન્ડસ્ટ્રીને મહત્તમ રીતે ફાયદો થઇ શકે તેમ છે.
100% ડિફેન્સની અંદર આપણે આત્મનિર્ભર થઇ શકશું તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટના ઓલમોસ્ટ ઉદ્યોગકારો એન્જિનિયરિંગ સેક્ટરથી જ છે. આર્મ્સ સેક્ટરની અંદર જે પાર્ટ્સ સપ્લાય કરે છે, ડ્રોન સેક્ટરના પાર્ટ્સ પણ સપ્લાય કરે છે. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઘણી બધી વસ્તુઓ આપે છે જેમ કે મશીનો અહીંયા બને છે જે ડિફેન્સમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઓટોમોટિવ તો દરેક ક્ષેત્રમાં લાગુ પડતી હોય છે. એન્જિન પાર્ટ્સ, ચેસીસ પાર્ટ્સ, રાજકોટથી જ સપ્લાય થાય છે. હાલના તબક્કે વિદેશમાંથી ઘણું બધું ઈમ્પોર્ટ ડિફેન્સ માટે થાય છે એ બધી વસ્તુઓ આપણે અહીંયા બનાવી શકીએ એમ છીએ. ટેક્નોલોજી આપણે ઝડપથી એડોપ કરી લીધી છે આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યા છીએ. વિદેશથી એન્જિનિયરિંગ સેક્ટર ન મંગાવવું પડે એવી સ્થિતિ રાજકોટ કરી દેશે અને 100% ડિફેન્સની અંદર આપણે આત્મનિર્ભર થઇ શકશું.
ડિફેન્સ કોરિડોર રાજકોટમાં બનાવવા માગ આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું હતું કે, ડિફેન્સ હબ તરીકે હવે આગળ જરૂર વધવું જ જોઈએ. આ માટે દેશમાં શરૂઆત પણ કરવી જ જોઈએ, આજની કોન્ક્લેવમાં પણ જિલ્લા કલેક્ટર તેમજ કેન્દ્ર સરકારના ડિફેન્સ વિભાગના અધિકારીઓ હાજર છે. જેમને રજૂઆત કરવામાં આવી છે કે, ડિફેન્સનું એક કોરિડોર રાજકોટમાં બનવું જોઈએ. દરેક રાજ્યમાં એક ડિફેન્સનું કોરિડોર હોય છે એમ ગુજરાતની અંદર ડિફેન્સ કોરિડોર રાજકોટમાં બનાવવામાં આવે તેવી માંગણી કરીએ છીએ. કારણ કે એન્જિનિયરિંગ સેક્ટરએ ડિફેન્સનું મુખ્ય હથિયાર છે. તો એ કોરિડોર રાજકોટને ફાળવવામાં આવે તો ડિફેન્સ સેક્ટરમાં રાજકોટ પોતાની તક સારી રીતે પામી શકશે.
આજના આ MSME ડિફેન્સ કોકલેવમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, ડિફેન્સ પ્રોડક્શન વિભાગના OSD લોકેશકુમાર શર્મા, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનમાં પ્રમુખ નરેન્દ્ર પાંચાણી સહિતના હોદેદારો તેમજ PHDCCIના ડિરેક્ટર નાસીર જમાલ અને રાજકોટના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.