ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. સોમવારે ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં આ વાઇરસના 6 કેસ નોંધાયા હતા. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનું આરોગ્ય વિભાગ
.
દક્ષિણ ગુજરાતમાં સુરતનું પાડોશી શહેર નવસારી હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV) થી અસરગ્રસ્ત ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલાં લીધા છે. નવસારી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો અહીં ડોક્ટરોની સંખ્યા, દવાનો પૂરતો જથ્થો, ઓક્સિજન માટેની વ્યવસ્થા તેમજ HMPV અને RTPCR ટેસ્ટ માટેની કીટ નો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે, છેલ્લા 15 દિવસમાં શરદી ખાંસી તાવના 50થી વધુ કેસ નોંધાયા છે જે સિવિલ તંત્રના કહેવા મુજબ નિયમિત કહી શકાય છે, જેમાં કોઈ મોટો ઘટાડો વધારો કે ફેરફાર નોંધાયો નથી.
ડો.અરવિંદના જણાવ્યા મુજબ હાલ સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે HMPV વાયરસ વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી, આ વાયરસ નોર્મલ ગણી શકાય છે, તેના ભાગરૂપે પૂરતો દવાનો જથ્થો, આઇસોલેશન વોર્ડ તૈયાર છે, ઓક્સિજન સપ્લાયનો જથ્થો બરાબર છે. તેમજ તપાસ માટેની કીટ નો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને ઇમરજન્સીમાં નાના બાળકો તેમજ મોટી ઉંમરના દર્દીઓ આવે તો સારવાર માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. છેલ્લા 15 દિવસમાં 50થી વધુ કોમન કોડના કેસ નોંધાયા છે. જે દર વખતે આવતા હોય છે આ વાયરસથી ડરવાની જરૂર નથી આગમચેતીથી બચી શકાય છે. ભીડભાળવાળી જગ્યાએ જવું નહીં અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું.