બી.ડી.એસ આર્ટ્સ સાયન્સ કોમર્સ કોલેજ પાટણના NSS વિભાગે શેરપુરા (વડલી) ગામમાં વિશેષ શિબિરનું આયોજન કર્યું. આ શિબિર 10 માર્ચથી 17 માર્ચ 2025 સુધી ચાલશે.
.
શિબિરનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવનથી પરિચિત કરાવવાનો છે. સાત દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ યોજાઈ. આમાં સ્વચ્છતા અભિયાન, ભીત સૂત્ર લેખન અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સામેલ હતા. અંધશ્રદ્ધા નિવારણ, ખાદ્ય સુરક્ષા જાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું.
ઉદ્ઘાટન સત્રમાં યુનિવર્સિટીના NSS કો-ઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કરે વિશેષ હાજરી આપી. તેમણે વિદ્યાર્થીઓને માય ભારત પોર્ટલ, વિકસિત ભારત અને યુથ પાર્લામેન્ટ વિશે માહિતી આપી. કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. કમલભાઈ પંડ્યાએ શિબિરને શુભેચ્છા પાઠવી.

શેરપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષભાઈ પટેલે સૌનું સ્વાગત કર્યું. NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પારસ ખમારે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી. સમાપન સત્રમાં શાળાના વિદ્યાર્થીઓને ઇનામ અપાયા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.

અજય ચૌધરીને શ્રેષ્ઠ શિબિરાર્થી તરીકે શીલ્ડથી સન્માનિત કરાયો. તેમણે અગાઉ ખારીવાવડી અને ખલીપુર શિબિરમાં પણ ભાગ લીધો હતો. અંતિમ દિવસે વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો શેર કર્યા. ડૉ. પારસભાઈ ખમારે સર્વે સહભાગીઓનો આભાર માન્યો.







