પંચમહાલ જિલ્લા ક્ષત્રિય કરણી સેનાની ટીમ દ્વારા પંચમહાલ જિલ્લામાં વિકાસલક્ષી કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો છે, જેને લઇને આજ રોજ પંચમહાલ જિલ્લાના અધિક કલેકટરને એક નહીં પરંતુ 15થી વધુ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ
.
આજ રોજ ગોધરા શહેરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પંચમહાલ જિલ્લા ક્ષત્રિય કરણી સેનાની ટીમ દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર પંચમહાલ જિલ્લામાં કરવામાં આવે છે. જેમાં નદીસર ગામમાં એક ભાઈએ બે લાખનો કૂવો બનાવ્યો અને પૈસા બારોબાર ઉપડી ગયા અને અરજદારને આ બાબતની ખબર પણ ન હતી. જ્યારે બીજી બાજુ હાલોલ તાલુકામાં કોર્મર્શિયલ જગ્યા પર બાંધકામ છે, ત્યાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.
પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો શહેરા, કાલોલ, હાલોલ અને ઘોઘંબા તાલુકામાં તપાસ ટીમની નિમણૂક તો કરી છે, પરંતુ આ તપાસ ટીમ દ્વારા તપાસ ગોળ ગોળ કરી અને તપાસ પૂર્ણ કરી અને ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે. જો ભ્રષ્ટાચાર વાત કરવામાં આવે તો તેમાં મોટાપાયે તાલુકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ સામેલ હોય છે તેઓ આક્ષેપ ક્ષત્રિય કરણી સેના જિલ્લા અધ્યક્ષ જે બી સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો. આની તપાસ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ ટીમ મુકી કરવામાં નહીં આવે તો અગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉતારવામાં આવી હતી.