રાજકોટ નજીક માલિયાસણ ગામે હૈયું કંપાવતો કરૂણ બનાવ સામે આવ્યો છે. પોતાની નજર સામે જ બે-બે બાળકો જન્મતાની સાથે જ મોતને ભેંટતા શોકમાં ગરકાવ થયેલ જનેતાએ પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પશુપાલક પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, 25
.
પંખાના હુકમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો રાજકોટ અમદાવાદ હાઇ-વે પર આવેલા માલિયાસણ ગામે રહેતી કાજલબેન મોનાભાઈ ટોયટા (ઉ.વ.25)એ ગઈકાલે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને કુવાડવા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પહેલીવારની ગર્ભાવસ્થામાં જન્મ બાદ દોઢ મહિને બાળકનું મોત નીપજ્યું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મૃતકનું માવતર મોરબી રોડ પર આવેલ વેલનાથપરામાં આવેલું છે. તેણીના 4 વર્ષ પહેલાં માલિયાસણ રહેતાં મોનાભાઈ સાથે લગ્ન થયાં હતા. લગ્ન બાદ તેણી સાસુ-સસરા, દિયર અને દેરાણી સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના એક વર્ષ બાદ તેણીને સારા દિવસો રહ્યાં હતાં અને ગર્ભવતી થયાના આઠમા માસે તેણીએ બાળકને જન્મ આપ્યો હતો અને પરિવારમાં ખુશી ફરી વળી હતી. આઠમા માસે જન્મેલ બાળકને પેટીમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો અને દોઢ માસની સારવારના અંતે તેનું મોત નીપજતાં જનેતા અને પરીવારમાં શોક વ્યાપી ગયો હતો.
બપોરના સમયે પુત્રવધુને લટકતી જોઈ આક્રંદ મચાવ્યો બાદમાં ફરીવાર જ્યારે ગર્ભવતી બની હતી ત્યારે પાંચમા માસે પ્રસુતા થઈ જતાં એક દિવસની ટૂંકી સારવારમાં બાળકે દમ તોડી દીધો હતો. જે બાદ તે ગમગીન રહેતી હતી. તેણીનો પતિ અને સસરા પશુપાલનનું કામ કરતાં હતા. જેથી, ગઈકાલે તેઓ સવારે પશુને લઈ ઘરેથી નીકળી ગયાં હતાં. સાસુ અને દિયર પણ કામ પર ગયા હતાં. દેરાણી પણ ગર્ભવતી હતી ને તે ઉપરના માળે આરામ કરતી હતી ત્યારે પરિણીતાએ નીચેના રૂમમાં અંતિમ પગલું ભરી લીધું હતું. બપોરના સમયે ઘરે આવેલ સાસુએ પુત્રવધુને લટકતી જોઈ આક્રંદ મચાવ્યો હતો.