પાલનપુર2 મિનિટ પેહલા
- કૉપી લિંક
- લાખણી ખાતે યોજાયેલી સભામાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ચૂંટણી ભારતમાં છે અને મોદીજી વાત કરી રહ્યા છે પાકિસ્તાનની
- તેઓ રાહુલને શહજાદા કહે છે, જે લોકો માટે 4 હજાર કિ.મી. ચાલ્યો છે કહી મોદી પર પ્રહાર કર્યા
લાખણીમાં શનિવારે પ્રિયંકા ગાંધીએ સભા સંભોધી હતી. 64 મિનિટના ભાષણ દરમિયાન પ્રિયંકાએ વારંવાર વડાપ્રધાન સામે નિશાન સાધ્યું હતું. પ્રિયંકાએ જણાવ્યું કે ” હમણાં તેઓ ગુજરાતમાં આવ્યા હતા, ચૂંટણી ભારતમાં છે અને તેઓ વાત કરી રહ્યા છે પાકિસ્તાનની.તમને કહેવામાં આવી રહ્યું છે કે,સાવધાન રહો કોંગ્રેસ એક એક્સરેની મશીન લઈ આવી રહી છે,આ મશીનથી તમારા ઘરમાંથી મંગળસૂત્ર લઈ લેશે,તમારૂ સોનું લઈ લેશે.વડાપ્રધાન થઈને આવી વાતો કરી રહ્યા છે. પહેલા ખોટુ જ બોલતા હતા તમારી બે ભેંસો છે તો એક ભેંસ કોંગ્રેસ ચોરી લેશે. 55 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી આ દેશમાં તમે બતાવો શું ક્યારેય અમે કોઈની ભેંસની ચોરી કરી હતી, કોઈના દાગીનાની ચોરી કરી હતી શું.
પ્રધાનમંત્રી પર આરોપ લગાવતા પ્રિયંકાએ જણાવ્યું કે ” મોદીજી