રામ નવમીને લઈ પોલીસ સતર્ક, ડ્રોનથી ચાંપતી નજર
.
આજે સમગ્ર રાજ્યમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવશે. ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રા નીકળશે. જેને લઈ પોલીસ સતર્ક છે. જમીનથી આકાશ સુધી ડ્રોનથી નજર રખાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
મુસ્લિમ વિદ્યાર્થીઓને UCCના ફોર્મ અપાયાનો આક્ષેપ
વડોદરામાં કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને UCCના ફોર્મ અપાયાનો આક્ષેપ કરાયો. જો ફોર્મ નહીં ભરો તો પરીક્ષામાં નહી બેસવા દે એવી ધમકી આપી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક 22
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક 22એ પહોંચ્યો છે. ગંભીર રીતે ઘાયલ યુવકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
MBBSની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો
અમદાવાદના VS હોસ્પિટલ કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજમાં MBBSની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. આપઘાતનું કારણ અકબંધ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ચોર આખેઆખી CNG રિક્ષા ઉપાડી ગયા
મહેસાણા-અમદાવાદ હાઈવે પરથી ચોર આખેઆખી CNG રિક્ષા ઉપાડી ગયા. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ડેમમાં નાહવા પડેલા 5 વિદ્યાર્થીઓ ડૂબ્યા
પંચમહાલમાં ડેમમાં નાહવા પડેલા 5 વિદ્યાર્થીઓ ડૂબ્યા. જેમાંથી એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું. જ્યારે ચારનો બચાવ થયો છે.
અનંત અંબાણી 115 કિ.મી.ની પદયાત્રા કરી દ્વારકા પહોંચ્યા
અનંત અંબાણી સતત દસ દિવસની 115 કિ.મી.ની પદયાત્રા કરીને આજે દ્વારકા પહોંચ્યા. અનંત અંબાણીએ 28 માર્ચે જામનગરથી પદયાત્રા શરૂ કરી હતી.આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો