બનાસકાંઠા (પાલનપુર)1 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7 મે ના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. જેને પગલે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ઠેર-ઠેર પ્રચાર કરી રહ્યા છે. ઉમેદવારોને જીતાડવા માટે સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં પ્રચાર કરવા આવી રહ્યા છે. બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર લાખણીમાં આજે પ્રિયંકા ગાંધી જાહેરસભાને સંબોધશે. લાખણી ખાતે બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.