(જી.એન.એસ)રાજકોટ,તા.૧૩
રાજ્યમાં અવારનવાર બોગસ બિંલિંગના કૌભાંડ ઝડપાતા રહે છે.ત્યાં રાજકોટમાં વધુ એક બોગસ બિલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટના સોની બજારમાં GSTના ઈન્ટેલિજન્સ વિભાગ દ્વારા દરોડા કરી સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.રાજકોટમાંથી ૧૪૬૭ કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયુ છે.
રાજકોટમાં અલગ અલગ વેપારીઓને ૧૪૬૭ કરોડના બોગસ બિલોનું વેચાણ કરી ૪૪ કરોડ રુપિયાની ઈનપુટ ટેક્સ ક્રિડિટ મેળવ્યું છે. રાજકોટના સોની બજારમાં આવેલું આસ્થા ટ્રેડરના હિતેશ લોઢિયાની ધરપકડ કરવામાં આવ્યા છે.જુદા જુદા ૪૪ વેપારીઓના બિલ પાસ ઓન કર્યા હતા. જેમાં બિલ લેનાર તમામ વેપારીઓ પણ સંકજામાં આવશે.
માત્ર રાજકોટ જ નહિં પરંતુ સૌરાષ્ટ્રભરમાં વેપારીઓને બોગસ બિલો વેચ્યા હોવાનું સામે આવ્યુ છે. પોલીસ દ્વારા વેપારી હિતેશ લોઢીયાની પૂછપરછ હાથ ધરી છે. હિતેશ લોઢીયાને કોર્ટમાં રજૂ કરાતા ૧૪ દિવસની જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. તેમજ DGGI દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન મોબાઈલ, લેપટોપ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે.