કાંચને નુકસાન સિવાય કોઈ મોટી હાનિના અહેવાલ નથી, રેલવે દ્વારા તપાસ શરૂ થઇ
ઘટના વખતે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા
Updated: Dec 8th, 2023
Stone pelting on Vande Bharat train in Rajkot: વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં આ ઘટના બની હતી. જોકે અહીં મહત્ત્વપૂર્ણ એ છે કે જ્યારે પથ્થરમારાની ઘટના બની ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.
ક્યાં થયો પથ્થરમારો?
માહિતી અનુસાર રાજકોટના બિલેશ્વર સ્ટેશનની નજીકમાં જ આ પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટના રાતે બની હોવાની માહિતી છે. પથ્થરમારાને કારણે ટ્રેનમાં કાંચને નુકસાન થયું હતું. જોકે કોઈ મોટી હાનિના અહેવાલ નથી. આ મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વંદે ભારતમાં મુસાફરી અંગેે હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કેટલીક તસવીરો પણ શેર કરી હતી.