રાજકોટ શહેરના બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 2 કરોડ 28 લાખની કિંમતની 290 કિલો ચાંદીની છેતરપિંડી તેમજ ડીસીબી પોલીસ સ્ટેશનમાં 61 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનામાં કેતન ઉર્ફે વાસુ સુરેશ ઢોલરીયા (ઉ.વ.37) છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હતો. જેને શ
.
અકસ્માતમાં આધેડનું મોત મેટોડામાં રહેતાં ગુલાબચંદ્ર છત્રધારી રાય (ઉ.વ.69) નામનાં વૃદ્ધ ગઈ કાલ રાત્રીના 12.30 વાગ્યાની આસપાસ કાલાવડ રોડ પર જડુસ હોટલ પાસે અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ હોય જેને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં વૃદ્ધે દમ તોડી દીધો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી અક્સ્માત સર્જી નાશી જનાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
યુવકનું અચાનક બેભાન થયા બાદ મોત ગાંધીગ્રામ એસ.કે. ચોક પાસે રહેતાં હસમુખભાઈ ત્રિકમદાસ ગોંડલિયા (ઉ.વ.40) આજે સવારે પોતાના ઘરે આઠ વાગ્યાની આસપાસ બેભાન થઈ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક હસમુખભાઈને કમળો થયો હોય જેની દોઢ મહીનાથી સારવાર ચાલુ હતી. ગઈ કાલે પોતાના ઘરે જ દમ તોડી દિધો હતો. તેઓ ડ્રાઈવિંગ કામ કરતાં હતાં અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું સામે આવ્યું હતું.
લાઇવ કસીનોની રમતમાં જુગાર રમાડનારની ધરપકડ પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે કાલાવાડ રોડ મોચીના શો રૂમ પાસે રોડ ઉપર મોહીત વરૂ નામનો શખસ પોતાના મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચોમાં રન ફેરના સોદાઓ થઇ શકે તે માટે લાઇવ કસીનોની રમતમાં અન્ય લોકોને જુગાર રમવાની આઈડી ફોરવર્ડ કરી જુગાર રમાડે છે તેવી ચોકકસ બાતમીના આધારે દરોડો પાડી મોબાઇલ ફોન લઇને ઉભેલ શખસની અટક કરી તેનું નામ પુછતા પોતે પોતાનુ નામ મોહીત અનિલ વરૂ (ઉ.વ.37) જણાવ્યું હતું. આરોપીના હાથમાં રહેલ મોબાઇલ ફોન જોતા ઓન સ્ક્રીન નામની આઇ.ડી. જોવામાં આવેલ જેમાં બેલેન્સ 32.74 લાખ જોવામાં આવેલ હતી. તેમજ અલગ-અલગ સાંકેતીક ભાષામાં નામ જોવામાં આવેલ હતા. જે બાબતે તેને પુછતા જણાવેલ કે, પોતે માસ્ટર આઇ.ડી.માંથી મેચોમાં રન ફેરના સોદાઓ થઈ શકે તે માટે અન્ય લોકોને જુગાર રમવાની આઈડી ફોરવર્ડ કરી આઈડીના રૂપીયા લઇ જુગાર રમી રમાડે છે. જેથી અરોપીની ધરપકડ કરી 80 હજારનો મોબાઈલ કબ્જે કરી આઈડી આપનાર બુકીનું નામ ખોલાવવા પૂછતાછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, હાલ પકડાયેલ શખસના મોબાઈલમાંથી મળેલ નંબર ઇન્ટરનેશનલ હોય જેથી માસ્ટર આઈડી બહારના દેશમાંથી પણ મેળવી હોવાની શક્યતાના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.