ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અલાહાબાદ)માં આ વર્ષે 13 જાન્યુઆરી, 2025થી 26 ફેબ્રુઆરી, 2025 દરમિયાન મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાકુંભ મેળામાં 45 દિવસની અંદર દેશ-વિદેશમાંથી કરોડોની સંખ્યામાં લોકો આવશે, તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્
.
રસ્તામાં વૃદ્ધને પડતા જોયો ને રણછોડદાસબાપુએ સંકલ્પ કર્યો રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પરેશભાઈ વસાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ રાજકોટ દ્વારા ભારતની અંદર ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છતીશગઢ, મહારાષ્ટ્ર સહિત અલગ-અલગ રાજ્યોમાં આંખના મોતિયાના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. ગુરુદેવ રણછોડદાસ બાપૂએ અમને આજ્ઞા આપી છે. વર્ષ 1946માં રણછોડદાસ બાપુ મહારાષ્ટ્રમાં ચાલીને એક જગ્યાએ જતા હતા, ત્યારે આગળ એક વૃદ્ધ પણ ચાલીને જતા હતાં. આ દરમિયાન તે વૃદ્ધ થાંભલા સાથે અથડાયા અને પડી ગયા હતા. તેમને ઊભા કરી રણછોડદાસબાપુએ પૂછ્યું શું થયું? તો એ વૃદ્ધે કહ્યું કે, મને બન્ને આંખમાં મોતિયો છે, આંખે કશું દેખાતું નથી અને ઓપરેશન માટે મારી પાસે રૂપિયા નથી. આ સમયે જ તેઓએ સંકલ્પ કરી નેત્રયજ્ઞ નામ આપી મોતિયાના ઓપરેશન માટે આખા દેશમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે.
પ્રયાગરાજમાં 50,000 લોકોનું ઓપરેશન કરવાનો મહાસંકલ્પ તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે નેત્રયજ્ઞ ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે કરવામાં આવી રહ્યો છે. પ્રયાગરાજથી 20 કિલોમીટર દૂર ગોહનીયામાં રાખવામાં આવ્યો છે. અહીંયાના લોકો ખુબ જ ગરીબ છે. અહીંયા વાત્સલ્ય કેમ્પસમાં 50,000 લોકોના મોતિયાના ઓપરેશન કરવા માટે મહાસંકલ્પ કરવામાં આવ્યો છે. આ માટે 22 ડિસેમ્બરથી નેત્રયજ્ઞ શરૂ કરી દેવામાં આવ્યો છે, જે આગામી 31 માર્ચ, 2025 સુધી ચાલુ રહેનાર છે. આધુનિક મશીન મદદથી સારી નેત્રમણી ઉપયોગ કરી સારામાં સારા ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન કદાચ કોઈ દર્દી બહાર કરાવે તો તેની પાછળ ઓછામાં ઓછા 20,000 રૂપિયાનો ખર્ચ થઇ શકે છે, જે અહીંયા આપણે નિઃશુલ્ક કરી આપીએ છીએ.
મહાકુંભના મેળામાં પણ નેત્રયજ્ઞનું આયોજન.
દર્દીને રિક્ષા ભાડું અને અનાજ કીટ પણ અપાઈ છે કોઈ પણ દર્દી આવે તો તેમનું પ્રથમ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. આ પછી બીજા દિવસે તેનું શક્ય હોય તો ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ઓપરેશન પછી દર્દીને પ્રસાદ રૂપે ચોખા ઘીનો સીરો આપવામાં આવે છે. કારણ કે, આ પૌષ્ટિક ખોરાક માનવામાં આવે છે. આ ઉપરાંત દર્દી અને તેની સાથે આવતા તેના સંબંધીને પણ દિવસમાં સવારે ચા-નાસ્તો, બપોરે જમવાનું, સાંજે ચા-નાસ્તો અને રાત્રે જમવાનું નિઃશુલ્ક આપવામાં આવે છે. 24 કલાક સુધી દર્દીને ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવે છે અને બીજા દિવસે રજા આપવામાં આવે છે. આ સમયે 100 રૂપિયા રિક્ષા ભાડું પણ આપવામાં આવે છે, સાથે 500 ગ્રામ મીઠી બુંદી પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. આ ઉપરાંત 2 કિલો ચોખા, 1 કિલો ઘઉંનો લોટ, ઓઢવા એક ધાબડો અને એક જોડી કપડાં આપવામાં આવે છે.
50,000થી વધુના મોતિયાના ઓપરેશન કરવાનો લક્ષ્યાંક.
દર્દી પાસેથી પૈસા નહિ પણ 10 દર્દી માંગવામાં આવે છે રણછોડદાસ બાપુનું એક સૂત્ર હતું કે, મરીઝ મેરે ભગવાન હે, મુજે ભૂલ જાઓ લેકિન નેત્રયજ્ઞકો મત ભૂલના. આ જ વાતને આગળ વધારી રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેશના અલગ-અલગ રાજ્યમાં મોતિયાના ઓપરેશન માટે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોઈપણ દર્દી પાસે ફી વસુલવામાં આવતી નથી, પરંતુ તેમની પાસે ગુરુ દક્ષિણમાં વધુ 10 દર્દી માંગવામાં આવે છે, જેથી કરી વધુને વધુ લોકોના આંખના મોતિયાના ઓપરેશન કરી શકીએ. રાજકોટમાં દર વર્ષે 75થી 80 હજાર દર્દીના આંખના મોતિયાના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે, અત્યારે પણ રાજકોટમાં આ નેત્રયજ્ઞ ચાલુ જ છે.
દર્દીઓ અને તેમના સગા માટે જમવાની પણ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા.
પટનામાં 31 માર્ચ સુધી નેત્રયજ્ઞનું આયોજન પ્રયાગરાજમાં 50,000નો સંકલ્પ કર્યો છે, પરંતુ તેનાથી વધુ દર્દીના ઓપરેશન કરીશું, તેવો અમને વિશ્વાસ છે. 16 જાન્યુઆરીથી 2025થી શરૂ કરી 31 માર્ચ સુધી પટનામાં નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં 1.50 લાખ મોતિયાના ઓપરેશન થવાનો અંદાજ છે. આમ દેશને મોતિયા મુક્ત બનાવવા અમારો મુખ્ય પ્રયાસ છે.
દર્દી પાસેથી પૈસા લેવાની જગ્યાએ બીજા 10 દર્દી લાવવાનું કહેવાય છે.
કુંભમેળામાં મિનિમમ 5000 લોકોને નિઃશુલ્ક ચશ્મા અપાશે કુંભમેળામાં પણ જે લોકો આવશે ત્યાં આપણે નેત્રકુંભ રાખેલ છે. રોજના 10,000 લોકોના ચેકપ કરીશું અને જો કોઈને નંબર હોય તો તેમના માટે મિનિમમ 5000 લોકોને ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. જે કદાચ બહારથી ખરીદ કરવામાં આવે તો લગભગ એક ચશ્મા 500થી 700 રૂપિયા કિંમતના આવી શકે છે. આ સાથે ત્યાં 5 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2025 સુધી દરરોજ બપોરના 12થી 13 હજાર લોકો માટે અને સાંજે 5થી 6 હજાર લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આમ કુલ જોઈએ તો ચશ્મા માટે લગભગ અંદાજિત 3 કરોડ, ભોજન પ્રસાદ માટે 8 કરોડ અને 50,000 કરતા વધુ ઓપરેશન સંકલ્પ માટે 25 કરોડનો ખર્ચ કરવામાં આવશે. દાતાઓ તરફથી ડોનેશન સંસ્થાને આપવામાં આવી રહ્યું છે.