સાબરકાંઠા (હિંમતનગર)22 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા રામનગર સોસાયટીમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેની પત્નીની હત્યા તેમજ લૂંટના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. ડબલ મર્ડર સાથે લૂંટની આ ઘટનામાં પુત્રવધુ, પૌત્ર તેમજ તેના મિત્રની પોલીસે ધરપકડ કરી રોકડ રૂપિયા 30 લાખ 30 હજાર તથા સોનાના દાગીના 129.598 ગ્રામનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. લૂંટ વીથ ડબલ મર્ડરની આ ઘટનામાં સાસુ-સસરાના ત્રાસથી કંટાળેલી પુત્રવધુ અને પૌત્રએ ભેગા મળીને મિત્રની મદદ લઇ હત્યા માટે રૂપિયા 10 લાખની સોપારી આપી હોવાનું પણ બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે હાલ તો લૂંટ વીથ ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલા ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યારાઓની મુદ્દામાલ સાથે અટકાયત
મંગળવારે લાખોની લૂંટ વીથ મર્ડરનો બનાવ બન્યો હતો આ અંગેની