મહેસાણા નગરપાલિકા વખતે થયેલા સિટીબસ અને શહેરના મુખ્ય પ્રવેશ માર્ગોની સફાઇના બે ટેન્ડર અંગે મનપાઅે કાર્યવાહી હાથ ધરી છે. સિટીબસના ટેન્ડરના ભાવ ખોલી દેવાયેલા હોઇ એકાદ અઠવાડિયામાં એજન્સી નક્કી કરી ઝડપથી શરૂ કરવાના સંકેતો સાંપડી રહ્યા છે. જ્યારે નિર્મળ ગ
.
ડેપ્યુટી કમિશ્નર દર્શનસિંહ ચાવડાએ કહ્યું કે, સિટીબસનું ટેન્ડર ખોલી દેવાયું છે અને હવે જિલ્લા કલેક્ટર અને કમિશ્નરના માર્ગદર્શન હેઠળ એજન્સી નક્કી કરી ઝડપથી વર્કઓર્ડર મળે તેવા પ્રયાસો કરાશે, જેથી સત્વરે સિટીબસ શરૂ કરી શકાય. આ ઉપરાંત, શહેરના મુખ્ય પ્રવેશ માર્ગો માનવ આશ્રમ, રાધનપુર રોડ, પાલાવાસણા રોડ, રામોસણા રોડ વગેરેની નિયમિત સફાઇ થાય તેવું આયોજન છે. શહેરમાં આવા સાત થી આઠ પ્રવેશ માર્ગોની કાયમી સફાઇ માટે રૂ.21.20 લાખની નિર્મળ ગુજરાતની ગ્રાન્ટમાંથી ખર્ચ કરાશે. જ્યારે મનપાની સ્કીમમાં સિવિક સેન્ટર માટે દરખાસ્ત કરાનાર છે.
સિટીબસમાં એક એજન્સીએ પ્રતિ કિમી રૂ.29.92ના ભાવે તૈયારી દર્શાવી છે. ત્યારે મનપાનો વિસ્તાર વધ્યો હોઇ તે મુજબ આયોજન પણ વધશે.