ભક્તિનો દીવડો જીવનને પ્રકાશમય બનાવે છે. દિપોત્સવી પર્વ જિંદગીના ચોપડાનો સરવાળો માંડવાનો દિવસ છે જેનું જીવન નફો બતાવે તેની જ દિવાળી સફળ બને. દિવાળી- નૂતનવર્ષ એટલે દેહના દીપને અજવાળવાનું પર્વ. દીવાળીમાં શ્રદ્ધા અને ભક્તિના દીવડા પ્રકટાવીયે ! જિંદગી એક
.
માનવ હૃદયમાં ભક્તિનો દીવડો પ્રકટાવે તો વર્તમાન જીવન અને અંતે બાકીનું જીવન ધન્ય બને. નવા વર્ષને સાર્થક કરવા દીવડા માનવતાના પ્રથમ સ્નેહના પ્રકટાવવાની જરૂર છે. ભક્તિનો દીવડો જીવનને પ્રકાશમય બનાવે છે. દિપોત્સવી પર્વ જિંદગીના ચોપડાનો સરવાળો માંડવાનો દિવસ છે જેનું જીવન નફો બતાવે તેની જ દિવાળી સફળ બને.
દિપોત્સવી દીપમાળાનું પર્વ છે. પુષ્કર પુરાણ મુજબ દીપદાન શ્રેષ્ઠ છે. નૂતન વર્ષે જીવન હૃદયમાં ભક્તિના દીવડા પ્રકટાવીયે ! ભારત એક તહેવારોનો દેશ છે. ભારત દેશમાં બધાજ ધાર્મિક, સામાજિક તથા રાષ્ટ્રીય તહેવારોની ઊજવણી ખૂબ જ ધામધૂમથી થાય છે. એમાં પણ દિવાળી ભારતના લોકોનો એક લોકપ્રિય તહેવાર છે. દિવાળીએ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે.
નૂતન વર્ષના પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે ભગવાનનું શરણું જ નિર્ભય છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધવાના સંકલ્પ થશે તો તેની માટે મંડ્યા રહીશું તો જીવનમાં શાશ્વત શાંતિની પ્રાપ્તિ થશે. ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ તો આલોક અને પરલોકના સુખની પ્રાપ્તિ થાય.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ભવ્યતા અને દિવ્યતાસભર અન્નકૂટોત્સવનું આયોજન કરાયું હતું. અન્નકૂટમાં ભક્ષ્ય, ભોજય, લેહ્ય તેમજ ચોષ્ય પ્રકારના ભોજન બનાવાયા હતા. ૩૬૧ અનેકવિધ વાનગીઓમાં – મીઠાઈનો રાજા મેસૂબ, મોહનથાળ વગેરે મિઠાઈઓ, ફરસાણ, મુખવાસ, ફ્રૂટ વગેરે અન્નકૂટમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને ધરાવવામાં આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે અન્નકૂટોત્સવની આરતી ઉતારી હતી અને સહુ સંતો હરિભક્તોએ પણ આરતી ઉતારવાના અણમોલા લ્હાવા લીધા હતા. આ પાવનકારી અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ ઉલ્લાસભેર લીધો હતો.