જામનગરના એસ.ટી. ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધાનો સમયાંતરે વધારો કરવામાં આવે છે, જેના ભાગરૂપે કાલે દિવાળીના તહેવારને અનુલક્ષીને એસટી ડિવિઝન વધુ એક ભેટ આપવા જઈ રહ્યું છે, કાલથી જામનગરથી અમદાવાદ માટેની નવી વોલ્વો બસની સુવિધા ઉપલબ્ધ કરાઈ રહી છે.
.
આવતીકાલ દિવાળીના દિવસથી જામનગર-અમદાવાદના રૂટ પર નવી વોલ્વો બસ સર્વીસ ચાલુ થઈ રહી છે. જે અમદાવાદથી આવીને જામનગરથી સવારે 7.00 વાગ્યે તેમજ બપોરે 2.00 ડીપાર્ચર થશે. જેમાં જામનગરથી રાજકોટ રૂ.231, જામનગરથી હિરાસર એરપોર્ટ રોડ રૂ.301, જામનગરથી ચોટીલા રૂ. 341, જામનગરથી લીંબડી હાઈવે રૂ.505 ભાડાનો દર નક્કી કરાયો છે, આ ઉપરાંત જામનગરથી બગોદરા રૂ. 601 અને જામનગરથી અમદાવાદ રૂ. 751 ભાવ નક્કી કરાયો છે.