સુરત
રૃા.50 હજાર દંડઃ ફરિયાદી શ્રાવિકાને વીકટીમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર ચૂકવવા
નિર્દેશ ઃ જૈનમુનિ સાડાસાત વર્ષથી જેલમાં છે
આજથી
આઠ વર્ષ પહેલા જુલાઈ-2017માં વડોદરાની શ્રાવિકાને ધાર્મિક વિધીના બહાને નાનપુરા ટીમલીયાવાડના દિગબર
જૈન સમાજ ના ઉપાશ્રયમા બોલાવી દુષ્કર્મ
આચરવાના કેસમાં આજે એડીશ્નલ સેશન્સ જજ
એ.કે.શાહે દોષી ઠેરવેલા જૈન મુની શાંતિ સાગરજી મહારાજને દસ વર્ષની સખત કેદ અને
રૃા.50 હજાર દંડ ફટકારતો હુકમ કર્યો હતો. જ્યારે ભોગ બનનાર
ને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
મૂળ
મઘ્યપ્રદેશની વતની તથા વડોદરા ખાતે રહેતી 19 વર્ષીય શ્રાવિકા યુવતીએ ગઈ તા.1 –10– 2017 ના રોજ નાનપુરા ટીમલીયાવાડ સ્થિત દિગંબર જૈન મંદિરના ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ
મઘ્યપ્રદેશના ગુનાના વતની 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી
મહારાજ (ગીરીરાજ) સજનલાલ શર્મા વિરુદ્ધ
અઠવા પોલીસમાં ઈપીકો-376 (1) 376(2)(એફ) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. માર્ચ-2017માં વડોદરાની ફરિયાદી શ્રાવિકા યુવતી પરિવાર સાથે શાંતિસાગરને ગુુરુ માન્ય
હોવાથી સુરતના નાનપુરા ટીમલીયાવાડ સ્થિત ઉપાશ્રય પર આવ્યા હતા. ત્યારે ધાર્મિક
વિધિના બહાને માતાપિતાને કુંડાળામાં બેસાડયા બાદ ભાઇને અન્ય રૃમમાં મોકલી શ્રાવિકા
યુવતીને અન્ય રૃમમાં લઇ જઇને દુષ્કર્મ કર્યું હતું. અને બાદમાં હું જ્યારે જ્યારે
તને બોલાવું ત્યારે તારે આવવું પડશે અને તું કોઈને વાત કરીશ તો તારા માતાપિતા
મરી જશે તેવી ધમકી આપી હતી. ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરાઇ હતી.
ચાર્જફ્રેમ
બાદ આઠ વર્ષથી ચાલતા કેસની શુક્રવારે અંતિમ સુનાવણીમાં સરકાર પક્ષે એપીપી રાજેશ
ડોબરીયા, મૂળ
ફરિયાદી તરફે એડવોકેટ મુખત્યાર શેખ તથા યાહ્યા શેખની રજૂઆતો, કુલ 51 પંચ સાક્ષીઓ
62 દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે આરોપી શાંતિસાગર
મહારાજને દોષી ઠેરવ્યા હતા. આજે શનિવારે
બપોરે કન્ટોમ એોફ પનીશમેન્ટના નમુદ્દે આરોપીના બચાવપક્ષ તથા સરકારપક્ષની
દલીલો સાભંળ્યા બાદ કોર્ટે મોડી સાજે
આરોપી શાંતિ સાગરને બંને ગુનામાં 10 વર્ષની સખ્તકેદ કુલ રૃ.50
હજાર દંડ ન ભરે તો વધુ છ મહીનાની કેદની સજા અને ભોગ બનનારને વીકટીમ
કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર ચુકવવા હુકમ કર્યો છે.
એક જ ગુનામાં બે અલગ
અલગ સજા ન હોઈ શકે ઃ બચાવપક્ષ
આજે
આરોપીના બચાવપક્ષે સજાના પ્રમાણ અંગે એવી રજૂઆત કરી હતી કે હાલના કેસમાં ઈપીકો- 376 (1) તથા 376(2)(એફ) નો ગુનો
સાબિત થયો છે.કાયદામાં ઈપીકો-376 માં સાત વર્ષ તથા 376(2)(એફ) માં દસ વર્ષની સજાની જોગવાઈ છે. બળાત્કારના એક જ
ગુનાની બે અલગ અલગ સજા ન હોઈ શકે.આરોપી 27 વર્ષથી જૈન
સાધુ છે તેની સામે કોઈ બીજી ફરિયાદો નથી.છેલ્લાં સાડા સાત વર્ષોથી જેલમાં
છે.આરોપીનું જેલમાં વર્તન પણ વખાણવા લાયક છે.જેલમાં સાંસ્કૃતિક
કાર્યક્રમમાં ભાગ લેવાથી માંડીને યોગ ધર્મ ઘ્યાન શીખવે છે.વધુમાં વર્ષ-2017-18 માં સ્થાનિક
અદાલત તથા ઉચ્ચત્તમ અદાલતમાં જામીન માંગ્યા પછી
વર્ષ-2019 થી
તેમણે જામીન માંગ્યા નથી.ઈપીકો-376(2(એફ)મુજબ ફરિયાદી તથા આરોપી વચ્ચે ઓથોરિટી અને ટ્રસ્ટ એટલા હદે નહોતો કે
બીજા કેસમાં જોવા મળે છે.ભોગ બનનાર ટ્રસ્ટ રાખતી હોય તેવું દેખાતું નથી.
ગુરુ જ્ઞાાન આપે પણ ગુનો આચરે ત્યારે ગુનાની ગંભીરતા વધી જાય
છેઃસરકારપક્ષ
શ્રાવિકા
દુષ્કર્મ કેસમાં કોર્ટે બંને ગુનામાં દોષી ઠેરવેલા જૈન મુનિ શાંતિ સાગરજી મહારાજની
સજાના પ્રમાણના મુદ્દે બચાવપક્ષે રજુ કરેલા મીટીગેટીંગ સંજોગોની સામે હાલના કેસમાં આરોપીના એગ્રેવેટીવ સંજોગો વધી જાય છે એમ સરકાર પક્ષે ડીજીપી નયન સુખડવાલા
અને એપીપી રાજેશ ડોબરીયાએ રજૂઆત કરી હતી. જણાવ્યું હતું કે,
આરોપીના 27 વર્ષના સાધુ જીવન ,સાડા સાત વર્ષના જેલવાસ દરમિયાન સારું વર્તન વગેરે અંગે મિટીગેટિંગ સંજોગો
છે.પરંતુ સજાનું પ્રમાણ મહત્તમ કે ઓછી કરવાનુ નક્કી કરતી વખતે ગુનો કોણે? કેવી રીતે આચાર્યો છે ,ભોગ બનનાર,તેના પરિવાર અને સમાજ પર તેની અસર કેવી
પડે એ ચાર મહત્વ બાબતોને
ઘ્યાને લેવી જોઈએ. હાલના કેસમાં
દોષિત વ્યક્તિ ગુરુના સ્થાને છે. આપણા
સમાજમાં ગુરુના સ્થાન અને દરજ્જાને ે બ્રહ્મા, વિષ્ણુ અને
મહેશની સાથે સરખાવ્યા છે.ગુરુ જ્ઞાાન આપે પણ
હાલના કેસમાં ગુરુ ગુનો આચરે ત્યારે
આ ગુનાની ગંભીરતા વધી જાય છે.