સુરત રહેતા લિનેશભાઇ કિશોરભાઇ ગજજર (ઉ.વ.52) નામના આધેડ રાજકોટમા રહેતા તેના પુત્ર જયના ઘરે આંટો મારવા આવતા હતા. દરમિયાન રાજકોટમાં પુનીતનગર પાસે વાવડી પોલીસ ચોકી સામે ચાલુ બસમા જ ઝેરી દવા પી લીધી હતી. જેથી બસ ચાલકે આધેડના પુત્રને જાણ કરતા પુત્ર જય દોડી
.
સસરાને જમાઇ સહિત અજાણ્યા શખ્સોએ માર માર્યો આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રહેતા રમેશભાઈ નાનજીભાઈ જીંજરીયા નામના 49 વર્ષના યુવકે સાંજના 7.30 વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે હતા, ત્યારે જમાઈ પંકજ સહિતના અજાણ્યા શખ્સોએ ઢીકા પાટુનો માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા રમેશભાઈ જીંજરીયાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં રમેશભાઈ જીંજરીયાની પુત્રી શિવાનીબેનના ત્રણ વર્ષ પહેલા પંકજ સાથે લગ્ન કર્યા હતા. પંકજ પત્ની શિવાનીને અવારનવાર ત્રાસ આપતો હતો અને સાત મહિના પહેલા માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી, ત્યારથી શિવાનીબેન અનમોલ પાર્કમાં રહેતા પિતા રમેશભાઈ જીંજરીયાના ઘરે રિસામણે બેઠી છે. ગઈકાલે જમાઈ પંકજ તેની માતા અને તેની માસીજી સહિત ત્રણ મહિલા શિવાનીબેનને તેડવા આવ્યા હતા અને બળજબરીથી શિવાનીને સાથે લઈ જઈ રહ્યા હતા. ત્યારે રમેશભાઈ જીંજરીયા અને તેમની પત્ની વચ્ચે પડતા રમેશભાઈ જીંજરીયાને માર માર્યો હતો. જ્યારે સાસુ મંજુબેનને હાથમાં બચકા ભરી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના આધારે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લીફ્ટ તૂટી પડતા આધેડનું મોત રાજકોટ તાલુકાના બેટી રામપરા ગામે રહેતા અને ઘરે બેઠા મંડપ સર્વિસનું સિલાઇકામ કરતા દિનેશભાઇ લક્ષ્મણભાઇ મકવાણા (ઉ.વ.50) નામના આધેડ આજે સવારે નવાગામ આવાસ યોજના કવાર્ટર પાસે શ્રીનાથજી મંડપ સર્વિસમાં ગુડઝ લીફટને અધ્ધવચ્ચે રાખી લીફટમાંથી કાપડના તાકા ઉતારતા હતા, ત્યારે લીફટનું દોરડું તુટતા લીફટ પગ પર પડતા દિનેશભાઇ લીફટના ખાડામાં પડી જતા તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ અંગે સિવલી ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી. ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક દિનેશભાઇ ત્રણ ભાઇ ત્રણ બહેનમાં મોટા હોવાનું અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું સામે આવ્યું છે.
મહિલાને સંબંધ રાખવા દબાણ કરતા યુવક સામે ફરિયાદ નોંધાઈ રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતી 39 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અંકિત શાહ નામના શખ્સનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે બીએનએસ એક્ટ 78(2),115(2),351(3) સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે, અગાઉ અંકિત સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. દરમિયાન બંનેની મિત્રતા વિષે તેણીના પતિને ખબર પડી જતા તેણીએ અંકિત સાથે સંબંધ તોડી નાખ્યો હતો. થોડા સમય બાદ આરોપીએ તેણીને મળવા બોલાવતા તે ઇન્દિરા સર્કલ નજીક ગઈ હતી. ત્યારે અંકિતે ઝઘડો કરી તેણીનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને તેણીના જ નગ્ન ફોટા તેના જ મોબાઈલમાં સ્ટેટ્સમાં મૂકી મોબાઈલ પરત આપી ગયો હતો તે બાદ પણ મહિલા જયારે કોઈ કામ સબબ બહાર નીકળતી ત્યારે તેણીનો પીછો કરતો અને સંબંધ રાખવા દબાણ કરતો તેમજ જો સંબંધ નહિ રાખે તો બાળકોને મારી નાખશે તેવી ધમકી પણ આપતો હોવાથી અંતે કંટાળીને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નામચીન આરોપીની શોધખોળ હાથ ધરી છે.