નવસારીઅમુક પળો પેહલા
- કૉપી લિંક
- આગાહી મુજબ મંગળવારે ગરમી નહીં
ભાસ્કર ન્યૂઝ । નવસારી 24 દિવસ બાદ નવસારીમાં તાપમાનનો પારો મતદાનના દિવસે 35 ડિગ્રીની નીચે જતા ગરમીથી મતદાન વધુ પ્રભાવિત થયું ન હતું. છેલ્લા કેટલાક દિવસોથી નવસારી જિલ્લામાં તાપમાનનો પારો ઊંચો રહ્યો છે. છેલ્લે 13 એપ્રિલના રોજ મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી રહ્યાં બાદ એકેય દિવસ 35 ડિગ્રીની નીચે તાપમાન નોંધાયું નથી. જોકે મંગળવારે મતદાનના દિવસે 24 દિવસ બાદ પારો નીચે ગયો હતો. આમ તો મોસમ વિભાગે મંગળવારે પણ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરી હતી પણ મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી જ રહ્યું હતું. તાપમાન ઘટતા ગરમી તો ઘટી હતી. બીજી તરફ દિવસ દરમિયાન પવન પણ 6.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા રાહત થઈ હતી. ગરમીને લઇ મતદાન પર તેની અસર થવાની શક્યતા આજે નહીંવત રહી હતી.