જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અજીત ગરાસિયાએ વોર્ડ નં.3 ભાજપના ઉમેદવાર હિરેન પટેલ તથા ફોર્મ ખેંચી લેનારા કોંગ્રેસના સંપર્ક વિહોણા ઉમેદવાર સંદીપ રણજીત દાભડિયાનો આ ફોટો આજનો હોવાનો દાવો કરી ફોટો મોકલ્યો છે. આજે ફોર્મ ચકાસણીમાં ભાજપી ઉમેદવાર હિરેન પટેલ ટીશર્
.
ભાસ્કર ન્યૂઝ | ધરમપુર ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર રજૂ કરનારા વોર્ડ નંબર-3ના કોંગ્રેસના સંપર્ક વિહોણા થયેલા ઉમેદવારે સોમવારે અચાનક હાજર થઈ તેમનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું હતું. બીજી તરફ સવારથી વોર્ડ નંબર-1ના ધરમપુર શહેર ભાજપ કોંગ્રેસ પ્રમુખના ભત્રીજા સહિત ચાર કોંગ્રેસના ઉમેદવારો પણ સંપર્ક વિહોણા થયા હોવાની વાત ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખે કરી ભાજપ સામે દાબ દબાણનો આક્ષેપ કર્યો હતો. વધુમાં શહેર કોંગ્રેસ પ્રમુખે સંપર્ક વિહોણા થયેલા પાંચ કોંગ્રેસના ઉમેદવાર બાબતે ધરમપુરના પીઆઇ એન.ઝેડ.ભોયાને જાણ કરી હતી. સ્થાનિક કક્ષાએ તેમનો સંપર્ક કરવાના પ્રયાસ કરાઇ રહ્યા હોવાની સવારે ચારેના ફોન સ્વીચ ઓફ થયા વોર્ડ નંબર-1ના ચાર અને વોર્ડ નં.3ના એક અમારા ઉમેદવાર સંપર્ક વિહોણા થયા છે. સવારે ચારેના ફોન સ્વીચ ઓફ આવતા હતાં. અમારા 23 ઉમેદવારોમાં ફોર્મ માન્ય થયા છે. આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અમારા ઉમેદવારો નહીં આવશે એવો અમને વિશ્વાસ છે. અમારા પક્ષમાંથી ઉમેદવારી કરી છે. એટલે અમે તો એમની પાસે ફોર્મ ખેંચાવવાના નથી. જો ફોર્મ ખેંચશે તો એનો મતલબ વિરોધ પક્ષના દાબ દબાણ હેઠળ જ ખેંચી શકે એવી અમને શંકા છે, વિરોધપક્ષ, દબાણ હેઠળ ખેંચી શકે અમારો સંપર્ક થતા અમે અમારા ઉમેદવારો સાથે વાત કરી જાણકારી લઈશું.> મુકેશ આહીર, શહેર કોંગ્રેસ પ્રમુખ વિડીયો ગ્રાફી સાથે ફોર્મ પરત ખેંચાયું ફોર્મ ચકાસણી પુરી થયા પછી નમૂનો-4(ક) આરઓની નોટીસ બોર્ડ પર લાગી જાય એટલે માન્ય ઉમેદવારોનું કેટેગરી વાઇઝ વર્ગીકરણ થઈ જાય પછી ફોર્મ ખેંચવાનું શરૂ થાય. જેમાં વોર્ડ નંબર-3ના કોંગ્રેસી ઉમેદવારે જાતે આવી ફોર્મ પરત ખેંચ્યું હતું. વિડીયો ગ્રાફી સાથે ફોર્મ પરત ખેંચાયું હતું. રવિ અને સોમવારે દિવસભર ચાલેલી અટકળોનો આખરે અંત આવ્યો હતો. કોંગ્રેસના ગુમ ઉમેદવારે ફોર્મ ખેંચવા આખુ નાટક રચર્યુ મતોના વિભાજનથી બચવાની રાજનિતી ધરમપુર પાલિકામાં વોર્ડ નં.1માં ભાજપ,કોંગ્રેસ અને અપક્ષની એમ ત્રણ પેનલો વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે.જેના કારણે મતોનું વિભાજન થઇ શકે છે. મતોનું વધુ વિભાજન ન થાય તે માટે ભાજપ અને કોંગ્રેસે રાજનિતી શરૂ કરી છે. અપક્ષની પેનલને પણ મજબુત માનવામાં આવે છે.જેથીબંને પક્ષો એક-બીજા પર ઉમેદવારો ગાયબ કરવાના આક્ષેપો કરી રહ્યા છે,મંગળવારે ફોર્મ ખેચવાનો અંતિમ દિવસ હોવાથી ઉમેદવારોને ફોર્મ ખેંચાવવા પોલિટિકલ ડ્રામા ચાલુ કરવામાં આવ્યાં છે.