સોમનાથ મંદિર તથા તેની આસપાસના અન્ય ધાર્મિક સ્થાનો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા ‘નો પાર્કિંગ ઝોન’ અંગેનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
.
વેરાવળ પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં તા.29-03-2024ના રોજ નિમાયેલી સમિતિના સૂચનોને આધારે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સોમનાથ મંદિર ખાતે પઠાણવાડા નાકાથી શોપિંગ સેન્ટર થઈ એસ.બી.આઈ. એટીએમ વાળા રોડ પર “નો પાર્કિંગ ઝોન” જાહેર કરવા વિચારણાં હાથ ધરવામાં આવી છે.
આ જાહેરનામું આખરી કરતા પહેલા જે કોઈ વ્યક્તિને વાંધા કે સૂચનો હોય, તે આ પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિવસ-30(ત્રીસ)માં જિલ્લા મેજિસ્ટ્રેટને ઉદ્દેશીને પોતાના વાંધા સૂચનો મોકલી શકે છે. નિયત મુદતમાં રજૂ થયેલ વાંધા-સૂચનો આ જાહેરનામું આખરી કરતાં પહેલા ધ્યાને લેવામાં આવશે. મુદત બહાર આવેલા સૂચનો કે વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ, ગીર સોમનાથ દ્વારા તા. 14-05-2024ના રોજ બહાર પાડવામાં આવેલા પ્રાથમિક જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું.