રાજકોટના રૈયાધાર આશાપુરા ચોક સ્લમ ક્વાર્ટરમાં રહેતાં દિવ્યેશભાઈ કેશાભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ RMCમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. તેમને પોતાનું નવું ખરીદેલ એક્સેસ બાઈક વેંચવા માટે ફેસબુક પર મૂકી જાહેરાત કરેલ હતી. જે જાહે
.
કુલ 151 નંબર પ્લેટ કબ્જે લઈ તેને નોટીસ આપવામાં આવી હતી રાજકોટ શહેર SOG બ્રાન્ચના PSI આર.જે.કામળિયાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.30ના તેઓ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે ચન્દ્રપાર્ક મેઈન રોડ બીગ બઝાર પાછળ બ્રહ્મ કુંજ સોસાયટી શેરી નં-2ના ખૂણે ગીરીરાજ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-8માં નીરવ ધીરૂ વરૂ આર.ટી.ઓ. માન્ય હોય તે રીતની તેને મળતી ડુપ્લિકેટ નંબર પ્લેટ ગ્રાહકોને બનાવી આપે છે એવી ચોક્કસ બાતમીના આધારે દુકાનમાં દરોડો પાડી કાઉન્ટર ટેબલ પર ત્યા ખુરશી પર બેસેલ શખ્સની અટક કરી તેનું નામ પૂછતા પોતે નીરવ ધીરૂ વરૂ હોવાનું અને પોતે ગ્રાફિક ડીઝાઇનરનું કામ કરે છે એવું જણાવ્યું હતું. બાદમાં તેની દુકાનમા તપાસ કરતાં અલગ-અલગ કલરની પ્રીન્ટેડ નંબર પ્લેટના ફોટા લગાડેલ અને તે બેસેલ તે ટેબલ ઉપર જોતા અલગ-અલગ પુઠાના બોકસમા આર.ટી.ઓ.ને લગતા અલગ-અલગ નંબરની ગુજરાત પાસીંગની નંબર પ્લેટો જોવામા આવેલ જે રાખવા બાબતે કે બનાવવા બાબતે આધાર પુરાવા માંગતા કોઈ આધાર નહિ હોવાનું જણાવ્યું હતું. જેથી, કુલ 151 નંબર પ્લેટ કબ્જે લઈ તેને નોટીસ આપવામાં આવી હતી. બાદમાં તે નંબર પ્લેટો જરૂરી તપાસ અર્થે રાજકોટ આર.ટી.ઓ.માં મોકલવામા આવેલ જે અંગે આરટીઓ અધિકારીએ તમામ 151 નંબર પ્લેટ આર.ટી.ઓ. માન્ય નહી હોવાનુ જણાવતાં દુકાનદાર નીરવ સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
મૃતક મજૂરી કામ કરતાં હતાં રાજકોટના ચુનારવાડમાં શીવાજીનગરમાં રહેતાં મુકેશભાઈ નરસીભાઈ સોલંકી (ઉ.વ.38) ગઈ કાલે રાત્રીનાં 3 વાગ્યાની આસપાસ ટોયલેટ કરવા ગયા હતા ત્યારે પોતાના ઘરના બાથરૂમ પાસે જ ઢળી પડતાં તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવારમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક મુકેશભાઈને અગાઉ હાર્ટ એટેક આવ્યો હતો. ફરીવાર ગઈકાલે હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. મૃતક મજુરી કામ કરતાં હતાં અને સંતાનમાં તેઓને ચાર પુત્રી છે તેમજ તેઓ ત્રણ ભાઈ અને એક બહેનમાં બીજા નંબરના હતાં.
મારા મોતનો હું જ જવાબદાર છું લખી જીવન ટુંકાવ્યું હતું રાજકોટના રેલનગરમાં આવેલ ભગીની ટાઉનશીપમાં રહેતા અક્ષય લાલજીભાઈ સરવૈયા (ઉ.વ.24) નામના યુવાને ગઈકાલ સાંજે 6:30 વાગ્યે આસપાસ પોતાના ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ પ્રદ્યુમનનગર પોલીસને થતા તુરંત દોડી ગયો હતો અને મૃતક યુવાન પાસેથી સ્યુસાઈડ નોટ કબજે કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્યુસાઈડ નોટમાં મૃતક યુવાને લખ્યું હતું કે, કોઈનો દોષનો ટોપલો કોઈ પર મુકતા નહી મારા મોતનો હું જ જવાબદાર છું લખી જીવન ટુંકાવ્યું હતું.