ભરૂચના ચાવજ પગુથણ રોડ પર આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં ધો. 8માં અભ્યાસ કરતાં અને ભોલાવમાં અવોલાં બાંસુરી હાઇટ્સમાં રહેતાં 13 વર્ષીય પ્રથમ શુભમ ચોક્સે ગત 4 ડિસેમ્બરે શાળાએ ગયો હતો. તે વેળાં ટાઇક્વોન્ડો પ્રેક્ટિસ વેળાં તેની સાથે અભ્યાસ કરતાં છાત્રએ તેને મોઢામાં કીક મારતાં તેના જબડામાં ફેક્ચર થયું હતું. ઘટનાને પગલે તેના વાલીઓએ ફરિયાદ નોંધાવી હતી કે, તેને ફાઇટ કરાવતી વેળાં તેને માથા, છાતી અને પગમાં સેફ્ટી ગાર્ડ પહેરાવ્યું હતું પણ મોઢામાં પહેરવાનું ગમ ગાર્ડ (જો ગાર્ડ) પહેરાવ્યું ન હોઇ તેને ઇજા થઇ હતી. બીજી તરફ તેને ઇજા થઇ હોવા છતાં ઘણા સમય સુધી સ્કૂલ મેનેજમેન્ટે કોઇ સારવાર આપી ન હતી. તેના પિતા સ્કૂલે પહોંચતાં ઇમરજન્સી હોવા છતાં તેમને ગેટ પાસ ભરાવવા સાથે પ્રિન્સીપાલની સહીં થયાની રાહ જોવડાવી હોવાથી શાળાના પ્રિન્સીપાલ, વિવેક સક્સેના, હેડ મિસ્ટ્રેસ મનીષા સોલંકી તેમજ પીટી ટીચ નવીનસિંગ રાવતે બેદરકારી દાખવી હોવાની ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ બી. આર. શેલાણાએ મામલાને તપાસ હાથ ધરી છે.
Source link