અમદાવાદ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા આયોજીત આઈ. એમ. નાણાવટી દસમાં જ્ઞાનસત્રના દ્વિતીય દિવસે મુખ્ય વક્તા તરીકે આંબેડકર ઓપન યુનિવર્સિટીના કૂલપતી અમીબેન ઉપાધ્યાયે ભારતીય કલા અને સંગીત વીશે વક્તવ્ય આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે હજારો વર્ષથી ભારતમાં વિવિધ કલા તથા કર્ણપ્રિય સંગીતની પરંપરા રહેલી છે. 64 કલાઓનું અદ્દભુત વર્ણન આપણા શાસ્ત્રોમાં લખાયેલુ છે. સમયાંતરે ઘણા ફેરફારો થયા છે પરંતુ તેનો હાર્દ આજે પણ સચવાયેલો છે. ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો પણ સંગીતમાં દર્શાયેલો છે. સમગ્ર વિશ્વમાં આજે પણ ભારતીય કલા અને સંગીતની ઓળખ સદીઓથી અકબંધ છે . અમીબેને સ્ટેજ ઉપર નૃત્ય કરીને દરેક મુદ્દાની સમજણ આપી હતી. જ્ઞાનસત્રના આજના દ્વિતીય દિવસના અતિથિ વિશેષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતી નિતિન પેથાલીએ ભારતની ભવ્ય પરંપરાઓ અને સંસ્કૃતી વીશે વિચારો વ્યક્ત કર્યા હતા.

કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે, આજના યુવાનોને