રાજ્યના ચકચારી બોગસ બિલિંગ કૌભાંડ કેસમાં કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવા મામલે GST વિભાગના અધિકારીએ ફરિયાદી બની રાજકોટમાં નોંધાવેલી ફરિયાદની તપાસ કરતા આર્થિક ગુના નિવારણ શાખા(ઈઓડબ્લ્યુ)એ અમદાવાદ જેલમાંથી આરોપીનો કબ્જો મેળવી વધુ એક આરોપી
.
ખોટા બિલ બનાવી ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવવાનું કાવતરુ રચ્યું રાજ્યના ચકચારી બોગસ બિલિંગ કૌભાંડ કેસમાં તપાસના તાર રાજકોટ સુધી પહોંચતા રાજકોટમાં પણ નોંધાયેલ અલગ-અલગ બે ફરિયાદમાં પોલીસે મહેશ લાંગા સહિતના આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે GSTના બે અધિકારીઓએ બે અલગ-અલગ ફરિયાદોમાં જણાવેલ હતું કે, ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની પેઢી તથા પરમાર એન્ટરપ્રાઈઝ નામની બીજી પેઢીએ બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી રીતે રજીસ્ટ્રેશન મેળવી કોઈપણ પ્રકારનો માલ સપ્લાય કર્યા વગર ખોટા બિલ બનાવી વિવિધ પેઢીઓને ઈનપુટ ટેકસ ક્રેડીટ ગેરકાનૂની રીતે મેળવવામાં કાવતરૂ રચી મદદગારી કરી છે.
અમદાવાદ જેલમાંથી કબ્જો મેળવી રાજકોટ લાવવામાં આવ્યો હતો ફરિયાદ બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી હતી. જે તપાસમાં ઈઓડબ્લ્યુ ટીમે મહેશ લાંગા સહિત સાત આરોપીઓની અગાઉ ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં મૂળ જૂનાગઢનો વતની રમેશ ભેટારીયાનું નામ ખુલવા પામ્યું હતું અને સમગ્ર કૌભાંડમાં રમેશ ભેટારીયાએ વચેટિયાની ભૂમિકા ભજવ્યાનું સામે આવ્યું હતું. જેથી, અમદાવાદમાં બોગસ બિલિંગ કૌભાંડમાં જેલમાં રહેલ રમેશ ભેટારીયાનો અમદાવાદ જેલમાંથી કબ્જો મેળવી રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો.
લાંગાએ ભેટારીયાને 4% કમિશન ચૂકવ્યું હતું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી વચેટિયાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે ડીએ એન્ટરપ્રાઇઝ પેઢીનું રૂ. 12.98 લાખનું બિલ મહેશ લાંગાને આપ્યું હતું. જે બિલ આપવા પેટે લાંગાએ ભેટારીયાને 4% કમિશન ચૂકવ્યું હતું. જ્યારે બાકીના નાણાં લાંગા ખાઈ ગયો હતો. હવે આ બિલ રમેશ ભેટારીયાએ કોના કહેવાથી આપ્યું હતું, કોની પાસેથી મેળવ્યું હતું અને હજુ આ કૌભાંડમાં કેટલા લોકોની સંડોવણી છે સહીતની બાબતો અંગે ઈઓડબ્લ્યુ શાખાના પીઆઈ કે જે કરપડાના નેતૃત્વમાં પીએસઆઈ ચંદ્રસિંહ જાડેજાની ટીમે પૂછપરછ શરૂ કરી છે.
રૂ.1.20 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધાનો ખુલાસો સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીએ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં રૂ. 79 લાખની ટેક્સ ચોરી થયાનું જણાવ્યું હતું. જે સમગ્ર મામલાની આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ કરતા સામે આવ્યું હતું કે, આરોપીએ કાયદેસરની ટોળકી રચી બોગસ બિલિંગ કૌભાંડ આચર્યું હતું. જે કૌભાંડમાં હાલ સુધીમાં રૂ.1.20 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધાનો ખુલાસો થવા પામ્યો છે.
સમગ્ર મામલામાં જ્યારે બોગસ બિલિંગ થકી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા પ્રયત્નો ચાલી રહ્યા હતા ત્યારે જીએસટી વિભાગે એક નોટીસ મોકલી હતી. ત્યારે શંકાસ્પદ બિલ અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે શંકા દર્શાવી લાંગાને જાણ પણ કરી હતી. જો કે, સીએને અંધારામાં રાખી આપણું બિલ 100 ટકા સાચું જ છે એવી ડંફાશ મારી હતી. આર્થિક ગુના નિવારણ શાખા (ઈઓડબ્લ્યુ)એ CA સહિતના નિવેદન લેતા તેમાં આ ઘટસ્ફોટ થયો હતો.