મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ઘોલવડથી 20 જાન્યુઆરીના ગુમ થયેલા શિવસેનાના નેતાનો મૃતદેહ ગુજરાતના ભિલાડ ખાતે કારમાંથી મળ્યો હતો. શિવસેનાના નેતા અશોક ધોડી ઘોલવડથી 20 જાન્યુઆરીના ગુમ થયા પછી તેના કુટુંબીઓએ દાખલ કરેલી ફરિયાદ બાદ કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હત
.
આ પ્રકરણે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે અને તમામ ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે એમ સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું. મૃતકના પુત્ર આકાશ ધોડીએ પિતાના હત્યારાઓને ફાંસીની સજા આપવાની અને પોતાની ફરજ નિભાવવામાં બેદરકારી દર્શાવનારા પોલીસો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સરકાર સમક્ષ માગણી કરી છે.
ફાઈલ તસવીર
ગુરુવારે આકાશ અને એની માતાએ અશોક ધોડીના ગુમ થવા પાછળ એના ભાઈનો હાથ છે એવી શંકા વ્યક્ત કરી હતી. આ પ્રકરણે પોલીસ જરાય ગંભીર નથી. બંને ભાઈઓ વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને મારા પતિને હંમેશા ધમકી આપવામાં આવતી હતી. એક કાર અકસ્માતમાં તેમને મારી નાખવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. તેમનો ભાઈ લિકર માફીયાનો ભાગ છે એમ મૃતકની પત્નીએ જણાવ્યું હતું. તેની તરત ધરપકડ થવી જોઈએ. શરાબની ગેરકાયદે પ્રવૃત્તિ બાબતે મારા પિતાએ ઘણી વખત ફરિયાદ કરી હતી. મુખ્ય આરોપી વિરુદ્ધ ગુજરાતમાં કેટલાક કેસ નોંધવામાં આવ્યા છે એમ એક દિવસ પહેલાં આકાશે આરોપ કર્યો હતો.