બાળકોનું ભવિષ્ય બચાવવું કે બગાડવું તે શાળા અને શિક્ષકોના હાથમાં હોય છે. ભારતમાં સાક્ષરતાનો દર ઊંચો લઈ જવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. જેમાં એક છે કે, પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને શિષ્યવૃત્તિ આપીને તેમના વાલીઓ પરનું ભારણ ઓછું કરીને
.
DEO દ્વારા કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી શિષ્યવૃત્તિ તે દરેક લાયક બાળકનો અધિકાર છે. તેના માટે શાળા દ્વારા બાળકોને શિષ્યવૃત્તિ મળે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં વિદ્યાર્થીના જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય છે. પરંતુ ઓગણજ ખાતે આવેલી સેન્ટ મેરી સ્કૂલના સંચાલકો દ્વારા તેમાં ઉદાહરણમાં આવી છે. જેને કારણે શિષ્યવૃત્તિ મળી શકે તેમ ન હોવાથી વારંવાર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાને આ બાબતે જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં શાળા દ્વારા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ જમા ન કરાવવામાં આવતા હવે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે અને ઝડપથી અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે.
અત્યારસુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી આ સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સાક્ષરતા અને વેગ મળે તે માટે વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદ કરવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ માટે અનામત ધરાવતા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ લાયક ઉમેદવાર હોય છે. પરંતુ ઓગણજની સેન્ટ મેરી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે તે પ્રકારની કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી વાલી દ્વારા કચેરી ખાતે ફરિયાદ કરવામાં આવી છે. કારણ કે, શાળા દ્વારા વિદ્યાર્થીઓની જે વિગતો ડિજિટલ પોર્ટલ ઉપર અપલોડ કરવાની હોય છે તેમાં ઉદાસીનતા દાખવવામાં આવી છે અને અત્યારસુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી ઓગણજની સેન્ટ મેરી સ્કૂલની નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે.
શાળા પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે વધુમાં જણાવ્યું હતું કે, શાળા પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે. અત્યારસુધીમાં કેટલી કામગીરી પૂર્ણ થઈ છે, આ ઉપરાંત ભારત સરકાર દ્વારા E-KYCનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે તો શાળા દ્વારા તે બાબતો પર પણ શું કામગીરી કરવામાં આવી છે તેનો પણ ખુલાસો માગવામાં આવ્યો છે. આવતીકાલે સંચાલકોને પણ ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવે છે. જો તેમાં સંચાલકો ઉદાસ આવશે તો ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિનો લાભ ન મળે તે દિશામાં શાળાના સંચાલક અને આચાર્ય દ્વારા કામગીરી કરવામાં આવે છે તેવી નોંધ લઈને તેમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.