Ahmedabad Traffic Police : અમદાવાદ ટ્રાફિક પોલીસના ઇન્ટર-8 યુનિટના સ્ટાફ દ્વારા માનવતા અને સમજદારી ભર્યું કરતા એક વ્યક્તિનો જીવ બચાવાયો. ઘટના એમ છે કે, 6 જાન્યુઆરીના રોજ ઓઢવના વી.કે. પેટ્રોલ પંપ પાસે રસ્તા પર એક વ્યક્તિ બેભાન થતા પડી ગયા હતા. જેની ટ્રાફિક પોલીસના ઇન્ટર-8 યુનિટના સ્ટાફને જાણકારી મળતાની સાથે તાત્કાલિક વ્યક્તિને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) આપી અને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે જણાવ્યું હતું કે, ઇન્ટર-8 સ્ટાફ દ્વારા આપવામાં આવેલા સમયસર CPRથી આ વ્યક્તિનો જીવ બચાવાયો.
મળતી માહિતી અનુસાર, ઓઢવના વી.કે. પેટ્રોલ પંપ પાસે ચાલતી વખતે એક વ્યક્તિ અચાનક જ પડી ગયા હતા. જેની ટ્રાફિક પોલીસને જાણ થતાની સાથે તાત્કાલિક વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી હતી. જેમાં ઇન્ટર-8ના કર્મચારી દ્વારા CPR આપતા વ્યક્તિની તબિયતમાં સુધાર આવ્યો હતો.
ટ્રાફિક પોલીસ કમિશનરે શું કહ્યું?
ટ્રાફિક પોલીસ કમિશનર એન.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે ‘અમારી ટીમને મુશ્કેલી કે કટોકટીની પરિસ્થિતિ સામે લડત આપવા માટેની તાલીમ આપવામાં આવી છે. જ્યારે આવી સ્થિતિમાં અપાયેલી તાલીમ ઘણી મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.’
ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ આવતાની સાથે વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં લઈ જવાઈને વધુ સારવાર આપવામાં આવી. જ્યાં ડૉકટરોએ જણાવ્યું હતું કે, ‘ઇન્ટર-8 સ્ટાફ દ્વારા આપવામાં આવેલા સમયસર CPRથી વ્યક્તિનો જીવ બચાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થયું છે.’