વડોદરા5 મિનિટ પેહલા
- કૉપી લિંક
માંજલપુર વડોદરામાં મતદાન માટે સવારના, 6:30 થી જ મતદાન મથકો પર લાઈનો લાગી ગયેલ. મતદારોનો ઉત્સાહ અદ્વિતીય હતો. મતદાન મથકો પર વ્યવસ્થા ઘણી સારી હતી. સૌનો એક જ અવાજ હતો કે “પહેલા મતદાન, પછી જ જળપાન.” લોક તંત્રના આ દિવસ પર સૌ મતદારો એ તેમની પ્રાથમિક જવાબદારી નિભાવેલ. વડોદરાના નાગરિક ઉમેશ પંડ્યા, દક્ષા પંડ્યા અને અરૂણાબેન પટેલે મતદાન કર્યું હતું.