Updated: Jan 11th, 2024
Image Source: Freepik
વડોદરા, તા. 11 જાન્યુઆરી 2024 ગુરૂવાર
ધંધામાં ભાગીદાર બનાવવાનું કહીને વેપારીના નામના મકાન પર 10.40 લાખની મોર્ગેજ લોન કરાવી હતી. ત્યારબાદ રેડી ગાર્મેન્ટનો માલ તેમને આપ્યો ન હતો. ઉપરાંત રૂા. 6.37 લાખ પરત નહી આપી છેતરપિંડી આચરી હતી. જેથી વેપારીએ ઠગો સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના વાડી વિસ્તારમાં રહેતી ચિરાગ મફત મિસ્ત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હીનાબેન જીતેંદ્ર ચૌહાણની તથા રીતેશભાઈ બટુકભાઇ રૂપારેલીયા એન્ટરપ્રાઇઝ ના નામથી આવકાર કોમ્પ્લેક્ષ સમતા ખાતે રેડી મેન્ટ લેડીઝ ગારમેન્ટ નો હોલસેલનો વેપાર ધંધો કરતા હતા. તેઓએ મારા પિતાને તેઓના ધંધામાં અમોને ભાગીદાર તરીકે રાખવા અંગે વિશ્વાસમાં લીધા હતા.પરંતુ ભાગીદાર ન બનાવી મારા પિતાના નામે તેઓના ઓળખીતા પાસેથી ચોલા મંડલમ ફાઈનાન્સમાથી મારા પિતાના નામના મકાન મોર્ગેજ કરાવી રૂ. 10.40 લાખની લોન મંજુર કરાવી હતી. જેમાંથી રૂ.9.95 લાખ જેટલી રકમ અમારી પાસે તેઓના એકાઉન્ટમાં આર.ટી.જી.એસ.થી ટ્રાન્સફર કરાવડાવી અમને લોન પેટે કોઇ પણ પ્રકારનો રેડીમેન્ટ ગારમેન્ટનો માલ આપ્યો ન હતો. અમારા લીધેલ નાણામાથી અમારા લોન એકાઉન્ટમાં રૂ.2.58 લાખ જમા કરાવ્યા હતા. જ્યારે એક લાખ અમારા એકાઉન્ટમાં તેઓએ ટ્રાન્સફર કરી અમને રૂ.6.37 લાખ પરત નહી આપી પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ અમોને આર્થિક નુકસાન પહોચાડી અમારૂ બેંકમાં સીબીલ ખરાબ કરી અમારી સાથે વિશ્વાસધાત છેતરપિંડી કરી હતી.