સ્થાનિક લોકો બહાર કાઢી હોસ્પિટલમાં લઇ ગયા પણ જીવ ના બચ્યો
Updated: May 9th, 2024
વડોદરા, સિંઘરોટ ચેક ડેમમાં નાહવા માટે ગયેલા ત્રણ પૈકીના એક મિત્રનું ડૂબી જતા મોત થયું હતું.
માંજલપુર અલવા નાકા પવનદૂત નગરમાં રહેતા ૩૫ વર્ષના પ્રકાશ વિઠ્ઠલભાઇ વસાવા છૂટક કામ કરે છે.ગઇકાલે બપોરે સાડા બાર વાગ્યે સિંઘરોટ ગામ મહીસાગર નદીના ચેકડેમમાં મિત્રો સાથે ન્હાવા માટે ગયા હતા. તે દરમિયાન તેઓ પાણીમાં ડૂબી જતા મિત્રોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ, તેઓ બચી શક્યા નહતા. દરમિયાન સ્થાનિક લોકોએ તેઓને બહાર કાઢી ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.