Updated: Apr 27th, 2024
image : Freepik
Body Found in Vadodara : વડોદરા શહેરની છેવાડે આવેલા સિંધરોટ ગામે મહીસાગર નદીના કિનારે ડી-કમ્પોસ્ટ થઈ ગયેલ અજાણ્યા એક પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના છેવાડે આવેલા સિંધરોટ ગામના નાના ભાગ વિસ્તારમાં મહીસાગર નદીના કિનારે બાવળના ઝાડ નીચે એક અજાણ્યા 35થી 40 વર્ષના પુરુષનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ મામલે અહીં ખેતી કામ કરતાં શંકર બુધા નીનામાએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે અહીંના બાવળના ઝાડ નીચે આખો ચહેરો ગરદન સુધી ડી-કમ્પોઝ થઈ ગયેલ હાલતમાં મરણરૂપે મળી આવેલ અજાણ્યા 35થી 40 વર્ષના પુરુષના મોત અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવ કોઈ હત્યાના ઇરાદે થયો હોવાની દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.