Updated: Jan 11th, 2024
વડોદરાઃ ગોરવા વિસ્તારની કેનાલમાં ડૂબેલા યુવકનો મૃતદેહ આજે બપોરે બે કિમી દૂરથી મળી આવ્યો હતો.
કરોડીયાની રૃક્ષ્મણી સોસાયટીમાં રહેતો દેવવ્રત નામનો યુવક ગઇકાલે પૂજાપો પધરાવવા માટે ગોરવા મધુનગર નજીકથી પસાર થતી કેનાલમાં ગયો ત્યારે લાપત્તા થઇ જતાં તેની શોધખોળ કરવામાં આવી હતી.
દેવવ્રતના ચંપલ અને સ્કૂટર કેનાલ પાસે મળી આવ્યા હતા.જેથી પોલીસ અને ફાયર બ્રિગેડે આજે ફરી તપાસ કરી હતી.આ દરમિયાન યુવક ડૂબ્યો હતો તે સ્થળેથી અંદાજે બે કિમી દૂરથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.