Updated: Dec 18th, 2023
વડોદરાઃ વડોદરા પોલીસે સ્વચ્છતા અભિયાનના ભાગરૃપે ડીસીપી ઝોન-૪ પન્ના મોમાયાના તાબા હેઠળના ત્રણ પોલીસ સ્ટેશનનો રૃ.૨.૬૭ કરોડની કિંમતના દારૃનો નાશ કર્યો હતો.
શહેર પોલીસ દ્વારા પકડવામાં આવતો દારૃ પોલીસ સ્ટેશનોમાં રાખવામાં આવતો હોય છે.જેને કારણે અનેક પોલીસ સ્ટેશનોમાં દારૃના મોટા જથ્થાનો સંગ્રહ કરવામાં આવતો હોય છે.સમયાંતરે કાનૂની રીતે આ જથ્થાનો નાશ કરવામાં આવે છે.
ડીસીપી ઝોન ૪ પન્ના મોમાયાના તાબા હેઠળના સમા,કારેલીબાગ અને હરણી પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન પકડાયેલા રૃ.૨.૬૭ કરોડની કિંમતની દારૃની ૧.૩૨ લાખ બોટલો આજે દરજીપુરા ખાતેની ખુલ્લી જમીનમાં પાથરી દઇ તેના પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.આ વખતે એસડીએમ,નશાબંધી અને આબકારી વિભાગના પીઆઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.