વડોદરા,એમ.એસ.યુનિવર્સિટીમાં બી.એસસી.માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પિતાએ આપેલા ઠપકાથી લાગી આવતા ફિનાઇલ પી લીધું હતું. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી અને બી.એસસી.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની વિદ્યાર્થિનીએ ફિનાઇલ ગટગટાવી લેતા તેની તબિયત બગડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે શરૃઆતમાં ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ, બનાવ સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોઇ તપાસ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, પિતાએ આપેલા ઠપકાથી લાગી આવતા તેણે ફિનાઇલ પી લીધું છે. વિદ્યાર્થિનીની તબિયત સુધર્યા પછી વધુ તપાસ કરવામાં આવશે.