image : Freepik
Vadodara Theft Case : વડોદરા શહેરના વારસિયા રોડ પર આવેલા મકાનમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. વૃદ્ધ માતા-પિતા નીચેના રૂમમાં ઊંઘતા હોય પુત્ર તેમના દરવાજાને તાળું મારીને ઉપરના માળે ઊંઘી ગયા હતા. વહેલી સવારે તેમના નીચેના મકાનને મળેલું તાળું તૂટવાનો અવાજ આવતા દંપતિ જાગી ગયું હતું અને નીચેનો દરવાજો ખુલ્લું જોતા બુમાબૂમ કરી હતી. ચોરી કરવા આવેલા તસ્કરો ફરાર થઈ ગયા હતા. ત્યારે ફરીવાર પોલીસના નાઈટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડતા જણાયા છે. મકાન માલિક પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવા ગયા પરંતુ તેમની ફરિયાદ બપોર પછી લેવાશે તેવું જણાવ્યું હતું.
વડોદરા શહેરમાં તસ્કરો જાણે બેખોફ બન્યા હોય તેમ બિન્દાસ્ત રીતે વિવિધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે. શહેર પોલીસના નાઈટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. ત્યારે ફરીવાર પોલીસની નિષ્ફળતા સામે આવી રહી છે. વડોદરા શહેરના વારસિયા રીંગ રોડ પર આવેલી શાંતિ સોસાયટીના 22 નંબરના મકાનમાં રહેતા પરેશભાઈ રાણા પોતાની પત્ની અને બાળકો સાથે ઉપરના માળે ઊંઘતા હતા. જ્યારે તેમના વૃદ્ધ માતા-પિતા ગ્રાઉન્ડ ફોર પર સુઈ ગયા હતા. પરેશભાઈ ઉપર ઉગતા હોય અને તેમના માતા પિતાને સવારે ઊંઘવાથી જાગવું ન પડે તેના માટે તેઓ જાતે મકાનના દરવાજાને બહારથી તાળો મારીને ઉપર જતા હતા. દરમિયાન. 25 નવેમ્બરના રોજ વહેલી સવારે સાડા પાંચ થી છ વાગ્યાના અરસામાં તેમના ગ્રાઉન્ડ ફ્લોરના મકાનના દરવાજાને મારેલું તાળું તૂટ્યું હોય તેવો અવાજ તેમને આવ્યો હતો. જેથી દંપતી જાગી ગયું હતું અને નીચે આવતા દરવાજો ખુલ્લો જોવા મળતા બૂમાબૂમ કરી હતી દરમિયાન પાડોશીઓ પણ જાગી જતા ચોરી કરવા માટે આવેલા તસ્કરો ભાગી ગયા હતા. પુત્ર અને પુત્રવધુ જાગી જતા માતા-પિતાનો આબાદ બચાવ થયો હતો. પરેશભાઈ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ગયા ત્યારે ફરિયાદ લીધી ન હતી અને તેમને બપોરે બોલાવ્યા હોવાનો પણ તેઓ આક્ષેપ કર્યો છે.