Vadodara Crime : આણંદ નજીક ઓર્ડર નામે બીયરનો જથ્થો ભરેલા બિનવારસી વાહન મળી આવવાના બનાવવામાં ચાર મહિના બાદ પોલીસે વડોદરામાંથી બુટલેગરને ઝડપી પાડ્યો છે.
ઓડ નજીક બની રહેલી જીઆઇડીસીના રોડ પર ગઈતા 16 ડિસેમ્બરે એક ટેમ્પો મળી આવ્યો હતો. જેમાંથી 91 હજારની કિંમતના 960 બિયરના ટીન મળી આવી હતી.
આ ગુનામાં વડોદરા પોલીસે અલ્કેશ ભલુભાઈ પરમાર (ગાયત્રી કૃપા સોસાયટી, બાજવા મૂળ દાહોદ) ને ગોત્રી મેડિકલ કોલેજ પાસેથી ઝડપી પાડી આણંદ પોલીસને સોંપવા માટે તજવીજ કરી છે. અલ્કેશ સામે અગાઉ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અડધો ડઝન જેટલા ગુના નોંધાયેલા હતા.