Vadodara Crime : ઘરકામ કરતી 39 વર્ષની ગૃહિણીએ વારાસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અગાઉ અમે જ્યાં રહેતા હતા ત્યાં અમારા ઘરની બાજુમાં નિલેશ કહાર રહેતો હોવાથી અમારી ઓળખાણ તેની સાથે થઈ હતી. છેલ્લા દોઢ વર્ષથી અમે ઘર બદલી નાખ્યું છે ચાર વર્ષ પૂર્વે નિલેશ કહારે તેના મોબાઈલ પરથી મારા ફોન પર કોલ કરતા મેં રિસીવ કર્યો હતો અને તેને કહ્યું કે હું નિલેશ કહાર બોલું છું. જેથી મેં ફોન કટ કરી નાખ્યો હતો અને આ નંબર બ્લોક કરી દીધો હતો.
ત્યારબાદ અન્ય નંબર પરથી ફોન કરીને તે મને કહેતો હતો કે મારે તને મળવું છે. મેં તેને ના પાડી હતી. દસ દિવસ પહેલાં નિલેશ કહાર મારા ઘરે આવી ગયો હતો અને મને ધમકી આપી હતી કે તું મારી સાથે વાત નહીં કરે તો હું તારું મર્ડર કરી નાખીશ.. તેનાથી હું એકદમ ડરી ગઈ હતી અને આજ દિન સુધી ફરિયાદ કરવા આવી ન હતી. મારા પતિને વાત કર્યા બાદ તેમના હિંમત આપતા હું ફરિયાદ કરવા આવી છું.